પાટી ગામે સરપ્રાઈઝ ચેકીંગ અર્થે પહોંચેલી વીજ કંપનીની ટીમ ઉપર હુમલામાં બે વીજ કર્મચારીઓને ઇજા

On: December 8, 2023 3:13 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ઇજા પહોંચતા સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાટી ગામમાં સરપ્રાઈઝ ચેકીંગ અર્થે પહોંચેલી વીજ કંપનીની ટીમ પહોંચી હતી.7 જેટલી જગ્યાઓ ઉપર વીજ ચોરી કરતા હોવાનું પકડાતા વીજ કંપનીના કર્મચારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી.પાટી ગામના કેટલાક વ્યક્તિઓએ વીજ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર વાતવરણ બાદ હુમલો કર્યો હતો. જેમાં વીજ કંપનીના એક કર્મચારીને હાથમાં ઇજા પહોંચતા સારવાર માટે નાનાપોઢા સરકારી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. બનાવની જાણ પારડી પોલીસને કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાટી ગામના વડ ફળિયામાં નાનાપોઢા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વિજ ચોરી અટકાવવા માટે સરપ્રાઈઝ ચેકીંગ કરવા પહોંચી હતી. જેમાં હેમંતભાઈ ગોવિંદભાઇ પટેલ અને પ્રદીપ ગોવિંદભાઈ પટેલ સહિત 7 જેટલી જગ્યાઓ ઉપર વીજ ચોરી કરતા હોવાનું પકડાતા વીજ કંપનીના કર્મચારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન પ્રદીપ ગોવિંદભાઇ પટેલે અચાનક આવીને વીજ કંપનીના જુનિયર ઈજનેર હેમંતભાઈ પટેલના ગળા ઉપર ચપ્પુ મૂકીને વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન વીજ કંપનીના સાથી કર્મચારીઓએ કામગીરીમાં અવરોધ ઉભો ન કરવા સમજાવવામાં આવ્યા હતા. તેમ છત્તા
વીજ કંપનીના કર્મચારીઓને ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વીજ કંપનીના જુનિયર ઈજનેર પીનાકીન કુકડીયાને હાથના ભાગે ચપ્પુ વડે ઇજા પહોંચાડી હતી.વીજ કંપનીના કર્મચારીને ઇજા પહોંચતા સાથી કર્મચારીઓએ ઇજાગ્રસ્ત વીજ કંપનીના કર્મચારીને સારવાર માટે નાનાપોઢા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બે જુનિયર ઈજનેરો પાછળથી ગુપ્ત મારના કારણે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

આ સમગ્ર મારામારીની ઘટના વીજ કંપનીના કર્મચારીઓએ મોબાઈલમા રેકોર્ડ કરવામાં આવ્યું હતું.. અને આ બનાવ અંગે પારડી પોલીસ ને જાણ કરવામાં આવતા પારડી પોલીસે હુમલાખોરો વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ગામમાં અવરજવર સાથે ઘટના જાણ થતાં ભારે સન્નાટો ફેલાઈ ગયો છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!