
લગ્ન જીવનમાં ભંગાણ કપરાડા તાલુકાના PHCના મેડિકલ ઓફિસરે લગ્નબાદ પત્ની પાસે દહેજની માંગણી કરી, અન્ય યુવતીઓ સાથે સંબંધ રાખ્યાના આક્ષેપની પરિણીતાએ ફરિયાદ નોંધાવી
વલસાડ જિલ્લાના ધરમપુરની યુવતીના લગ્ન ધરમપુર ચોકડી પાસે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ બંનેએ BAMSનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો.પતિએ BAMS પૂર્ણ કરી ખાનગી ક્લિનિક શરૂ કર્યું હતું. થોડા સમય બાદ આરોગ્ય વિભાગમાં નિમણુક પામ્યા હતા. પત્ની પણ BAMS થાય બાદ પણ તેની પાસેથી ઘરકામ જ કરાવતા હતા. સાથે સાસુ સસરા લગ્નમાં દહેજમાં યુવતીના પિતાએ કાર આપવાની વાત કરી હોવાનું સંભળાવતા હતા. કાર માટે રૂપિયાની માંગણી કરતા યુવતીના પિતાએ યુવતીને 5 લાખ આપી પરિવાર ને તૂટતા બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
જે બાદ પતિ અન્ય સ્ત્રીઓ સાથે સોશ્યલ મીડિયાના
માધ્યમથી વાત કરતા ઝડપી પાડ્યા હતા. જે બાદ
ઝઘડો થતા પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી.
તાજેતરમાં કપરાડા.PHCમાં મેડિકલ ઓફિસરની
ફરજ દરમ્યાન એક મહિલા કર્મચારી સાથે પ્રેમ સંબંધ
હોવાના આક્ષેપ લગાવી હોસ્પિટલ.ખાતે હંગામો
મચાવ્યો હતો. જે બાદ ધરમપુર.પોલીસ મથકે ડો.પતિ
વિરુદ્ધ દહેજ માંગણી, અન્ય મહિલાઓ સાથે પ્રેમ
સંબંધ, પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવા
સહિતના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે.
વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકાના એક ગામની
યુવતીના લગ્ન ડિસેમ્બર 2014ના રોજ વલસાડ
ધરમપુર ચોકડી પાસે રહેતા યુવક સાથે થયા હતા.
લગ્ન પહેલા યુવતી પારુલ યુનિવર્સીટી વડોદરા ખાતે
BAMSનો.અભ્યાસ કરતી હતી અને પતિ નડિયાદની
કોલેજમાં BAMSનો અભ્યાસ કરતો હતો. લગ્ન બાદ
પણ દંપતીએ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. યુવતીએ
BAMSની ડીગ્રી મેળવીને નજીકમાં ખાનગી ક્લિનિકની શરૂઆત કરી હતી. એક વર્ષ બાદ પતિએ BAMSની ડીગ્રી મેળવી લીધી હતી. જે બાદ તેની પાસે ઘરકામ કરાવતા હતા અને સાસરિયા વારંવાર પરિણીતાને તારા પિતાએ લગ્ન વખતે દહેજમાં કાર અને ડાઇનિંગ ટેબલ આપવાની વાત કરી હતી. જે હજુ સુધી આપ્યા ન હોવાનું સંભળાવતા હતા.
પરિણીતાએ તેના પિતાને કાર માટે પતિ અને સાસુ
સસરા રૂપિયા માંગી રહ્યા હોવાનું જણાવતા દીકરીનો
ઘર સંસાર ન તૂટે તેવું માનીને પિતાએ રૂ 5 લાખ કાર
ખરીદવા આપ્યા હતા. જે બાદ કાર ખરીદી હતી.
જે બાદ બંનેનો પરિવાર સુખેથી ચાલી રહ્યો હતો.
જે દરમ્યાન પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો
હતો. જે બાદ પતિએ કપરાડા PHC ખાતે મેડિકલ
ઓફિસર તરીકે નિમણુક મેળવી હતી. જે બાદ પતિને
અન્ય યુવતી સાથે સોશ્યલ મીડિયામાં વાત કરતા
ઝડપી.પાડ્યા હતા. જે બાદ પતિ.પત્ની વચ્ચે અન્ય
સ્ત્રીઓને લઈને ઝઘડાઓ થતા રહ્યા હતા.
બીજી તરફ સાસુ સસરા દીકરીને જન્મ આપવા બદલ
સંભળાવવા લાગ્યા હતા. જે બાદ પતિ પત્ની વચ્ચે
સંબંધો ખાટા થતા પતિ પરિણીતાને તેના પિયર મૂકી
આવ્યો હતો. જે બાદ પરત લેવા આવ્યા નથી. જેની
ફરિયાદ કરવા કપરાડા PHC ખાતે પહોંચતા કપરાડા
PHC ખાતે ફરજ બજાવતી સહમહિલા કર્મચારી સાથે પ્રેમ સંબંધ હોવાના આક્ષેપ સાથે પરિણીતાએ હંગામો મચાવ્યો હતો. સમગ્ર મામલે પરિણીતાએ પતિ, સાસુ,સસરા અને નણંદ સામે દહેજ માંગણી, લગ્ન જીવન દરમ્યાન શારીરિક માનસિક ત્રાસ સહિતના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી.






