ધો.10ની પરીક્ષા માટે ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારી શકાશે

On: December 12, 2023 12:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવામાં આવનારી ધો.10ની પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની મુદત સોમવારે પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા મુદત લંબાવવામાં આવી છે. હજુ કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાનું જણાતા ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે.

શિક્ષણ બોર્ડ દ્વારા લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા સાથે 2 જાન્યુઆરી સુધી શાળા કક્ષાએથી કોઈ પણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં પણ સુધારો કરી શકવાની સુવિધા કરી છે.

12 ડિસેમ્બરથી લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ થશે, જેમાં 2 જાન્યુઆરી સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. ઉપરાંત 2 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓની માહિતીમાં પણ સુધારો કરી શકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવનારી ધો.10ની પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો 2 નવેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાળાઓએ વિદ્યાર્થીઓના ફોર્મ રેગ્યુલર ફી સાથે 11 ડિસેમ્બર સુધીમાં ભરવાના રહેશે તેમ બોર્ડ દ્વારા જણાવાયું હતું. જોકે, 11 ડિસેમ્બરના રોજ બોર્ડની ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ પણ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાનું સામે આવતા હવે લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાનું નક્કી કરાયું છે.

બોર્ડ દ્વારા ધો.10ના ફોર્મ ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે સ્વીકારવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 12 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી રૂ. 250 લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રૂ. 300 લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. અંતિમ તબક્કામાં 2 જાન્યુઆરીના રોજ રૂ. 350 લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવનાર છે. આમ, ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી બાદ બોર્ડ દ્વારા મુદતમાં વધારો કરવામાં આવશે નહીં.

શિક્ષણ બોર્ડ દ્વારા લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા સાથે 2 જાન્યુઆરી સુધી શાળા કક્ષાએથી કોઈ પણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં પણ સુધારો કરી શકવાની સુવિધા કરી છે. જોકે, આ માટે શાળાઓએ અલગથી કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું પ્રિન્સિપલ એપ્રૂવલ બાકી હોય તો તે પણ 2 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડ દ્વારા વેબસાઈટ પર ફોર્મ ભરવા સહિતની સુચનાઓ મુકવામાં આવી છે. જેથી તેનો અભ્યાસ કરી શાળાઓએ ફોર્મ ભરવાના રહેશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!