અકસ્માત : વલસાડની સુગર ફેક્ટરી બ્રિજ ઉપરથી મુંબઈ તરફ જતા બાઈક રાઈડર્સનું અકસ્માતમાં મોત

On: December 10, 2023 5:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

બાઈક રાઈડર્સને અકસ્માત નડ્યો વલસાડની સુગર ફેક્ટરી બ્રિજ ઉપરથી મુંબઈ તરફ જતા બાઈક રાઈડર્સનું અકસ્માતમાં મોત

વલસાડ હાઈવે ઉપર આવેલી સુગર ફેક્ટરી બ્રિજ ઉપર એક બાઈક રાઈડર્સ મુંબઈ તરફ જઈ રહ્યો હતો. જે દરમ્યાન બ્રિજ પાસે રાઈડર્સને ગંભીર અકસ્માત નડતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. બનાવની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક બાઈક રાઈડર્સની મદદે પહોંચ્યા હતા.તેમજ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાઈક રાઈડર્સની લાશનો કબ્જો મેળવી લાશનું PM કરાવવાની તજવીજ હાથ ધરી છે.

વલસાડ હાઇવે ઉપર સુગર ફેક્ટરીના બ્રિજ ઉપરથી બાઈક લઈને બાઇક રાઈડર્સ મુંબઈ તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન સુગર ફેક્ટરી બ્રિજ પાસે બાઈક રાઈડર્સને અકસ્માત નડ્યો હતો.ધડાકા સાથે અકસ્માત થતા આજુબાજુના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.બાઈક રાઈડરની બાઇક જોતા કોઈ વાહન સાથે બાઈકનું સ્ટેયરિંગ અથડાવવાથી અકસ્માત થયો હોવાનું વાહન
ચાલકો અનુમાન લગાવી રહ્યા છે.

અકસ્માતમાં બાઇક રાઈડર્સનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.સ્થાનિક લોકોએ બનાવની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને કરતા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી બાઈક રાઈડર્સની લાશનો કબ્જો મેળવી એમ્બ્યુલન્સમાં વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે લાશને ખસેડી યુવકની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.બાઇક ઉપર prince rider 7455 લખેલું હોવાથી બાઇક ચાલક રાઈડર હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.અકસ્માતની
ઘટનામાં બાઇડ રાઈડર્સના હેલ્મેટનો પણ કચ્ચરઘાણ
થઈ ગયો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!