દમણ અને સેલવાસથી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી દારૂનો નશો કરી દારૂબંધીના કાયદાનો છડેચોક ઉલ્લંઘન કરનારા માટે વલસાડ પોલીસ સ્વાગત માટે તૈયાર..
જિલ્લા પોલીસે વ્યાપક ઝુંબેશ હાથ ધરીછે. જેના માટે એસપીએ પોલીસ કોન્સ્ટેબલો, હોમગાર્ડ ,જીઆરડી સહિતનો 1560 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
જિલ્લાની મહારાષ્ટ્ર બોર્ડર, ચેકપોસ્ટો અને જિલ્લાના
4 રસ્તાઓ, કોસ્ટલ હાઇવે વિસ્તારના પોઇન્ટો ઉપર બંદોબસ્ત માટે મૂકી દેવાયા છે.દમણ સેલવાસથી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી દારૂનો નશો કરી વલસાડ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો છડેચોક ઉલ્લંઘન કરનારા વિરૂધ્ધ જિલ્લા પોલીસે વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે.જેના માટે એસપીએ પોલીસ કોન્સ્ટેબલો,હોમગાર્ડ જીઆરડી સહિતનો 1560 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.






