
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાલચોંડી શ્રી ભૂવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રીમદ્ શિવ ભાગવત કથા ’’ નુ છોટે મોરારી બાપુ વ્યાસ પીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે.



મહારાજ ઉમંગભાઈ પંડયા દ્વારા રામુભાઈ પટેલ , ભારતીબેન રામભાઈ પટેલ ,રમેશભાઈ પટેલ, શકુંતલાબેન રમેશભાઈ પટેલ અને ગામના અગ્રણી ભાવિક ભક્તો દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.

પૂર્વજોના પુણ્ય પ્રતાપે બાલચોંડી તથા આજુ- બાજુના ગામના સહયોગથી પાવનકારી ગંગાજીની ધારા અને બ્રહ્મલીન અખંડાનંદ મહારાજની પ્રેરણાથી શ્રી ભૂવનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પોથી યાત્રા મંગળવાર તા. ૦૯-૦૧-૨૦૨૪ ના દિને સવારે ૯.૦૦ કલાકે શ્રી ભવાની માતા મંદિર બાલચોંડી થી નીકળી કથા સ્થળે પહોંચશે.

તા. ૯ મી જાન્યુઆરી ૨૦૨૪ થી સોમવાર તા. ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૪ કથા સમય સવારે ૯.૪૫ થી બપોરે ૧.૦૦ પાવન પ્રસંગે “ શ્રીમદ્ શિવ ભાગવત કથા ’’ છોટે મોરારી બાપુ વ્યાસ પીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે.

ગુલાબભાઇ પટેલ હરેશભાઇ પટેલ રાજેશભાઈ પટેલ સૌ ધર્મ પ્રેમી ભાવિક ભક્તજનો ને કથાનું અમૃત રસ પાન કરાવવા હાર્દિક સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Ad.















