
કપરાડા તાલુકા કક્ષાનો આવાસ ઈ-લોકાર્પણ કાર્યક્રમ “આવાસ ઇ-લોકાર્પણ-૨૦૨૪”
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે વલસાડના પાંચ વિધાનસભા ક્ષેત્રોના ૪૯૩૨ આવાસોનું ઈ-લોકાર્પણ

રાજ્ય સરકારશ્રીના નેતૃત્વ હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે તેમજ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોના અંદાજિત રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે કુલ ૧,૩૧,૪૫૪ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

કપરાડા તાલુકાના આવાસોના ઈ-લોકાર્પણ અને ખાત મુહુર્તના કાર્યક્રમ માન. પ્રધાનમંત્રીશ્રી ની અને માન. મુખ્યમંત્રીશ્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતી માં એન.આર. રાઉત સાર્વજનિક હાઈસ્કુલ નાનાપોંઢા ખાતે યોજવામાં આવ્યો.


પૂર્વમંત્રીશ્રી અને ધારાસભ્ય કપરાડા વિધાનસભા મત વિસ્તાર જીતુભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા.

કેન્દ્ર તથા રાજય સરકારશ્રીની અમલીકૃત પી.એમ.એ. વાય (ગ્રામિણ) યોજના P.M. જનમન આવાસ, આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

વલસાડ જિલ્લામાં પાંચેય વિધાનસભા મત વિસ્તારોના કુલ ૩૨૭ ગામોમાં ૪૯૩૨ જેટલા આવાસોનું પણ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી એ જણાવ્યું કે દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી દેશના ગરીબ પરિવારના લોકોની ચિંતા કરી છે એટલે ગરીબ પરિવાર ને ઘર ઘર આવાસ યોજના પોહચી છે. આદિમ જૂથના લોકો પાસે જમીન નથી રહેવા માટે પૂરતી જમીન નથી એવા લોકોની ચિંતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કરી છે અને જે ગરીબ લોકો કાચા ઘરમાં રહેતા હતા ચોમાસા દરમ્યાન પાણી ઘરમાં ઘૂસી જાય ઘરમાં ભેજ આવી જતી જનાવર ઘરમાં આવી જતા ભારે વરસાદના કારણે સાપરામાંથી પાણી ટપકી ને ઘરમાં પાણી આવી જતું હતું એવા ગરીબ પરિવાર ને આજે આવાસ મળતાં ગરીબ લોકો આનંદ માં જીવી રહ્યા છે.નલ સે જલ જેવી યોજનાઓથી ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. જે બાકી હજી બાકી છે. સમસ્યાઓ રહેવા પામી છે તેનો ઉકેલ સતત પ્રયત્નશીલ છે.
કપરાડા તાલુકામાં ફાળવેલા આવાસ અને તેની રકમ આ પ્રમાણે છે પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2016-17 માં આવાસની સંખ્યા 142 સહાય 169 લાખ વર્ષ 2017-18 માં આવાસની સંખ્યા 162 સહાય 194 લાખ વર્ષ 2019-20 આવાસની સંખ્યા 552 સહાય 662 લાખ વર્ષ 2020-21 આવાસની સંખ્યા 631 સહાય 725 લાખ વર્ષ 2021-22 આવાસની સંખ્યા 179 સહાય 199 લાખ વર્ષ 2022-23 આવાસની સંખ્યા 2324 સહાય 2623 લાખ અને પ્રધામંત્રી જનમન આદિમ જૂથ આવાસ યોજના વર્ષ. 2023-24 માં આવાસ ની સંખ્યા 1952 સહાય 944 લાખ પ્રથમ હપ્તો ચૂકવેલ છે.કુલ પાંચ વર્ષમાં 5942 લાભાર્થીઓને કુલ રૂ. 5516 લાખની સહાય ચૂકવવામાં આવી છે. કપરાડા તાલુકામાં લોકો ને આવાસ મળ્યા છે તેની માહિતી ધારાસભ્ય જીતુભાઇ એ જણાવી હતી
કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના લાભાર્થીઓએ પોતાની સાફલ્ય ગાથાઓ અને પ્રતિભાવો રજૂ કરી પ્રધાનમંત્રીશ્રી અને સરકારનો આભાર માન્યો હતો.
આવાસ યોજના અને આવાસ યોજનાના પાંચ લાભાર્થીઓને આવાસની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા.
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા આવાસોનું વર્ચુઅલ લોકાર્પણ અને ખાતમુહુર્ત અને શોર્ટ ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું જેમના આવાસ પૂર્ણ થયા હતા તે લોકો ને ચાવી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ઉપસ્થિત વલસાડ જિલ્લાના પુરવઠા અધિકારી કાજલબેન, કપરાડા તાલુકાના પ્રમુખ હીરાબેન માહલા, નાનાપોંઢા એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સદસ્યો, તેમજ પદાધિકારીઓ સરપંચો થતા આવાસ યોજનાના લાભાર્થીઓ અને તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મામલતદાર કપરાડા દિલિપભાઇ આર.શાહઆભારવિધિ કરી હતી. કાજલબેન વી. ગામિત જિલ્લા પુરવઠા અધિકારી, હિરેનભાઇ જે.બારોટ તાલુકા વિકાસ
અધિકારી તાલુકા પંચાયત કપરાડા,રીટાબેન પટેલ સી.ડી.પી.ઓ કપરાડા, મહેશભાઇ આર.પટેલ ટી.એચ.ઓ કપરાડા , સુનિલભાઇ જે.ગાંવિત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કપરાડા, ધનેશભાઇ સી.માહલા તાલુકા નાયબ
મામલદાર કપરાડા ,કુ. પ્રિતીબેન જે.પટેલ નાયબ મામલદાર કપરાડા અને કર્મચારીઓ એ
કપરાડા તાલુકા કક્ષાનો આવાસ ઈ-લોકાર્પણ કાર્યક્રમ “ ભારે જહેમત સફળ બનાવ્યો હતો.






