કપરાડા તાલુકાના જોગવેલ ગામે સમસ્ત ગાંવિત કુળ પરિવાર 17 મું ભવ્ય સ્નેહ સંમેલન  યોજાયું

On: February 16, 2024 1:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જોગવેલ ગામે સમસ્ત ગાંવિત કુળ પરિવાર 17 મું ભવ્ય સ્નેહ સંમેલન ડો.હિતેન્દ્ર ગાંવિત ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

https://youtu.be/R0MafjACgbA?si=F9zMu_z9wGsyUDv0આદિવાસી સમાજના વાજિંત્રના સથવારે મહેમાનો અને કુળજનોમાં અનેરા ઉત્સાહ સાથે આવકારવા માં આવ્યા હતા. સ્નેહ સંમેલનમાં અનેરુ વાતાવરણ જોવા મળ્યુ. સભારંભની શરુઆત દીપ પ્રાગટ્ય ડો.હિતેશભાઈ ગાંવિત ,અરવિંદભાઈ ગાંવિત, ધીરુભાઈ ગાંવિત, મણિલાલ ગાંવિત, રઘુભાઈ ગાંવિત, દેવચંદ ગાંવિત, લાલુભાઈ ગાંવિત અને કુળ અગ્રણીઓ કરવામાં આવ્યું હતું. કુળમાં મૃત્યુ પામ્યા હોય તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.સ્નેહ સંમેલનમાં સમસ્ત ગાંવિત કુળના પ્રમુખ ધીરુભાઈ ગાંવિતે જણાવ્યું કે સમાજ ઉપયોગી કરેલા અને કરવાના કાર્યનો ચિતાર આપી સહુને શાબ્દિક પરિચય આપ્યો. હતો.સમાજના વિકાસ માટે અમુક ચોક્કસ પ્રકારના સુધારો કરવાની જરૂર છે. સમાજમાં દરેક વ્યક્તિ એ આગળ આવી કામ કરવા અનુરોધ કર્યો હતો.https://youtu.be/nBFE-XATD_M?si=aUXpPzO4-OLJSR3wઅરવિંદભાઈ ગાંવિત જણાવ્યું કે આદિવાસી સમાજમાં આપણી સંસ્કૃતિ જાળવણી રાખવા જોઈએ એ માટે યુવાનો માર્ગદર્શન આપ્યું હતું.જ્યેન્દ્ર ગાંવિત જણાવ્યું કે સમસ્ત ગાંવિત કુળ દ્વારા રક્તદાન કેમ યોજી અન્ય સંઘઠનને દિશા આપી છે. આદિવાસી ક્ષેત્રમાં જ્યારે પણ લોહીની જરૂરિયાત પડે ત્યારે મુશ્કેલીઓ પડે છે. ગાંવિત કુળ પરિવારના યુવાનો દ્વારા રક્તદાન કરી સમાજમાં પ્રસનીય કાર્ય કર્યું છે.સ્નેહ સંમેલનમાં કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી એ જણાવ્યું કે પરિવારમાં સુખી થવું હોયતો માં બાપ ને સાથે રાખો આપણી પ્રગતિ થશે.બાળકોને સારું શિક્ષણ આપો માતાઓને વિનંતી કરી કોઈપણ પરિસ્થિતિમાં બાળકોને ભણાવવા માટેની કાળજી લેવામાં આવે.ધારાસભ્ય વ્યારા મોહનભાઈ કોંકણી (ગાંવિત ) જણાવ્યું કે સ્નેહ સંમેલન થી અનેક લોકો સાથે મુલાકાત પરિચિત થઈ શકતા હોય છે. સમાજમાં લોકો અનેક રીતે આગળ આવે સમાજ ઉપયોગ બને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સ્નેહ સંમેલન આયોજન કરવામાં આવ્યું જે કામગીરીને બિરદાવ્યું હતું..આ તબકકે રક્તદાતઓને પ્રમાણપત્ર આપી શાલ ઓઢાડીને સન્નમાન કરવામાં આવ્યું હતું સમાજના તેજસ્વી તારલાઓનું સન્નમાન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં આદિવાસી સમાજની વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓનું મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું.દેવો અને કુળ દેવીઓ જાણકારી આપતા કાર્યક્રમમાં કૃતિઓ રજુ કરવામાં આવી હતી.ધરમપુર, કપરાડા, સંઘ પ્રદેશ સેલવાસ તેમજ પેંઢ મહારાષ્ટ્ર રાજ્ય માંથી મોટી સંખ્યામાં ગાંવિત બંધુઓ સહ પરિવાર હાજર રહ્યા હતા. આવતા વર્ષે
પેંઢ મહારાષ્ટ્ર ગાંવિત કુળ નું સ્નેહ સંમેલન યોજવા માટે આગેવાનો દ્વારા શ્રીફળ આપવામાં આવ્યું હતું.જોગવેલ ગામે યોજવામાં આવેલ ગાંવિત કુળ નું સ્નેહ સંમેલન અરવિંદભાઈ ગાંવિત,અને ગ્રામજનોએ ખૂબજ ભારે જહેમત ઉઠાવી સમગ્ર સંમેલનને સફળ બનાવ્યુ હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગણેશ ભાઈ ગાંવિત દ્વારા કરવામાં આવ્યું હતું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારી : શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ બનશે

કપરાડા નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત – રૂ. ૧૧ કરોડના વિકાસ કાર્યથી તાલુકાને નવી દિશા : ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ

“ડાંગમાં પૂરગ્રસ્તો સહાયે ધરમપુરના શિક્ષકો આગળ આવ્યા, Rainbow Warrior’s ગ્રુપે રાશન કીટો–તાડપત્રી વિતરણ કરી માનવસેવા કરી”

સુથારપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી !

મહુડાના દારૂને કાયદેસર માન્યતા આપવાની માગ: આદિવાસી બોર્ડર વિસ્તારોમાં વિકાસથી વંચિત સમુદાય માટે જીવનરક્ષક પગલું બની શકે !

error: Content is protected !!