
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના સંલગ્ન અને ગ્રામ સેવા સભા દ્વારા સંચાલિત વન સેવા મહાવિદ્યાલય ખાતે નવનિર્મિત 5 ઓરડાઓનો રાજ્ય મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ શાળા સંચાલકના વરિષ્ઠ ટ્રસ્ટીઓ માધુભાઈ રાઉત, ધર્મેશભાઈ ઓશ્વાલ, અશોકભાઈ ભાનુશાલી વિગેરે તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા બિલપુડી અને ખાતે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી સુરતના સંલગ્ન અને ગ્રામ સેવા સભા દ્વારા સંચાલિત વન સેવા મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થીઓને જર્જરિત મકાનમાં અભ્યાસ કરવાની ભારે તકલીફ પડતી હતી. જેને લઈને વિદ્યાર્થીઓએ પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી
આંદોલન ઉતર્યા હતા.વિદ્યાર્થીઓને પડતી તકલીફોની જાણ રાજ્ય સરકારને થતા તાત્કાલિક આદિજાતિ
વિકાસની ગ્રાન્ટ માંથી 50 લાખ રૂપિયા ફાળવવામાં
આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ માટે 5 નાવ ઓરડાઓ નું બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી. બાંધકામ
પૂર્ણ થતા આજરોજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું
હતું.


BRS કૃષિ કોલેજમાં નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કાર્યક્રમ રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ હેમંત કંસારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત વલસાડ જિલ્લા અને ધરમપુર તાલુકા ભાજપના અગ્રણીઓ તેમજ BRS કૃષિ કોલેજના ટ્રસ્ટી મધુભાઈ રાઉત, BRS કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ માટે ઓરડાઓ ખુલ્લા મુકતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થીઓને પડતી તકલીફ દૂર થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા.






