
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થયું હોય તેમ લાગી રહ્યું છે. રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રના દરિયાકિનારે જોરદાર બેટિંગ કરી હતી. દ્વારકાના ખંભાળિયામાં તો છ કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે આજે સપ્તાહના પહેલા જ દિવસે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની ગાજવીજ સાથે સવારી આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Ad..

હવામાન વિભાગના મેપ પ્રમાણે, આજે સોમવારે 17મી જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરેલીસ, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારાકા, પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કુલ 29 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના મેપ પ્રમાણે, 18મી જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ તમામ જિલ્લાઓમાં મેઘ ગર્જનાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના મેપ પ્રમાણે, 19મી તારીખના રોજ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં મેઘ ગર્જના સાથે સામાન્ય હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના મેપ પ્રમાણે, 20મી તારીખના રોજ ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં મેઘ ગર્જના સાથે સામાન્ય હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના મેપ પ્રમાણે, 21મી તારીખે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસશે.
Ad












