NEET-PG પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

On: June 22, 2024 12:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

NEET પેપર લીકના વિવાદ વચ્ચે વધુ એક પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીના દ્વારા આયોજિત NEET-PG પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા આવતીકાલે એટલે કે 23 જૂને યોજાવાની હતી. પરંતુ પરીક્ષાની તારીખના એક દિવસ પહેલા, NEET-PG પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. એનટીએ દ્વારા પ્રવેશ પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
શુક્રવારે CSIR UGC NETની પરીક્ષા મોકૂફ કરાઈ હતી

શુક્રવારે CSIR UGC NETની પરીક્ષા મોકૂફ કરવામાં આવી હતી. આ પરીક્ષા આગામી 25 તારીખથી 27 જૂન દરમિયાન યોજાવાની હતી. જોકે NTA દ્વારા જાહેરાત કરવામાં આવી કે સંસાધનોની અછતના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

સુબોધ કુમારને પદ પરથી હટાવાયા

નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચીફ સુબોધ કુમારને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. NEET અને NETની પરીક્ષામાં ગરબડ બાદ કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુબોધ કુમારની જગ્યાએ હવે IAS પ્રદીપ સિંહ ખરોલા NTAના વડા તરીકેની જવાબદારી નિભાવશે. પ્રદીપ સિંહ ખરોલા કર્ણાટક કેડરના IAS રહ્યા છે.

UGC-NETનું પ્રશ્નપત્ર લીક થયું હતું

નોંધનીય છે કે અગાઉ NTA દ્વારા જ UGC-NET ની પરીક્ષા કરાવવામાં આવી હતી. દેશભરમાંથી વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. જોકે બીજા જ દિવસે પેપર રદ કરી દેવામાં આવ્યું અને શિક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે નવેસરથી પરીક્ષા યોજવામાં આવશે. UGC-NETનું પ્રશ્નપત્ર પરીક્ષાના એક દિવસ અગાઉ જ લીક થઈ ગયું હતું.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!