
પ્રાથમિક શાળાના આચાર્ય ઈન્દુબેન પટેલ વય મયૉદાને કારણે નિવૃત્ત થતા હોય એમનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ શાળામાં યોજાયો હતો. નિવૃત્ત આચાર્ય ભણાભાઈ પટેલના પ્રમુખપદે યોજાયેલા સમારોહમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ પટેલ,પૂર્વ આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ, હરેશ પટેલ શૈક્ષિક સંધ અને બિપીન પટેલ, પ્રદીપ પટેલ, મિતેશ પટેલ, અજીત પટેલ સહિત શિક્ષક સંઘના હોદ્દેદારો નિવૃત્ત થતા ઈન્દુબેન પટેલના પરિવારજનો વગેરે હાજર રહ્યા હતા. વિજ્ઞાન પ્રયોગ શાળામાં સતત ૨૩ વર્ષ ૧૧ માસ અને ૧૯ દિવસ સેવા આપી આમ કુલ ૩૯ વર્ષ, ૩ માસ અને ૧૨ દિવસની સેવા બજાવી છે.

ઈન્દુબેન મણિલાલ પટેલ (આચાર્યા) વિજ્ઞાન પ્રયોગશાળા સુખાલા પરિવાર, આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો દ્વારા સન્માન કરી સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતુ.

સન્માનપત્રનું વાચન લતાબેન પટેલેએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ઈશ્વરભાઈ પટેલએ કર્યું હતું.
Ad.











