
- રજૂ થયેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા સુચના: વલસાડ જિલ્લા કલેકટર અનુસૂયા જહાંના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક મળી.
- બેઠકમાં જિલ્લા કલેકટરે તમામ વિભાગોને તેમના હસ્તકના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
- વલસાડ- ડાંગના સાંસદ ધવલભાઇ પટેલે વાપી- શામળાજી હાઇવે ઉપર પડેલા ખાડાઓ, કપરાડા તાલુકામાંથી પસાર થતા ને.હા.નં. 848 ઉપર આવેલા વળાંકોને લીધે થઇ રહેલા અકસ્માતો બાબતે રજૂઆત
વલસાડ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર અનુસૂયા જહાંના અધ્યક્ષસ્થાને મળી હતી.બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું તેમના સંકલનમાં રહીને સત્વરે ઉકેલ લાવવા કલેકટરે અધિકારીઓને સુચના આપી હતી.

બેઠકમાં વલસાડ- ડાંગના સાંસદ ધવલભાઇ પટેલે વાપી-શામળાજી હાઇવે ઉપર પડેલા ખાડાઓ,કપરાડા તાલુકામાંથી પસાર થતા ને.હા.નં. 848 ઉપર આવેલા વળાંકોને લીધે થઇ રહેલા અકસ્માતો બાબતે રજૂઆત કરતાં, નેશનલ હાઇવે ઓથોરીટી વલસાડ દ્વારાહાલમાં ચોમાસાની ઋતુ હોઇ, મેટલ પેચ/પેવર બ્લોક નાખવામાં આવશે. ચોમાસા બાદ ડામર પેવર પટ્ટા કરવામાં આવશે. રસ્તાને પહોળો અને મજબૂત કરવાના કામની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે એમ જણાવ્યું હતું. સાંસદે પાણી પુરવઠા વિભાગને નળ સે જલ યોજના દ્વારા થયેલ કામગીરી અને અસ્ટોલ યોજના હેઠળ ચાલતા કામોની હાલની સ્થિતિ બાબતે રજૂઆત કરતાં કાર્યપાલક ઇજનેર અસ્ટોલ પ્રોજકેટ ધરમપુરે માહિતી આપતા જણાવ્યું કે,ધરમપુર તાલુકાના 50 ગામો (212 ફળિયા) તથા કપરાડા તાલુકાના 124 ગામો (816 ફળિયા) મળી કુલ 174(1028 ફળિયા) ગામો માટે દમણગંગા નદી ઉપર આવેલ મધુબન ડેમ આધારિત અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના ભાગ- 1ના કામો તા. 31 મે 2022ના રોજ પૂર્ણ કરવામાં આવ્યા છે.સાંસદે જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી અંદાજીત 18 હજાર જેટલી પ્રમોલગેશનની અરજીઓ પડતર હોવા બાબતે રજૂઆત કરતા જિલ્લા નિરિક્ષક, જમીન દફતર દ્વારા જણાવાયું હતું કે, હાલની સ્થિતએ કુલ 23,498 અરજીઓ મળેલ છે. જેમાંથી 16,370ની માપણી કરી નિકાલ કરવામાં આવ્યો છે.12,900 અરજીઓની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે પૈકી 10,686 અરજીઓના હુકમો થઇ ગયા છે.હાલમાંજ જિલ્લામાં 15 સર્વેયરો ફાળવવામાં આવ્યા છે. સાંસદે જિલ્લામાં ચાલી રહેલા ઓવરબ્રીજના બાંધકામ બાબતે માહિતી મેળવી હતી.
ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકામાં DGVCL દ્વારા સૂર્યોદય યોજનાના માધ્યમથી ખેડૂતોને દિવસ દરમિયાન ખેતી માટે સવારે વીજપુરવઠો આપવાની શરૂઆત કરાતાં DGVCL નેઆ બાબતે અભિનંદન આપ્યા હતા.ધારાસભ્યએ વલસાડ દૂધ ઉત્પાદક સંઘ આલીપોર છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લાના સભાસદો છે તેની જગ્યાએ વલસાડ જિલ્લા માટે એક અલગ જ દૂધ ઉત્પાદક સંઘ બનાવવા રજુઆત સંદર્ભે જિલ્લા રજીસ્ટ્રાર વલસાડે દૂધ સંઘની નોંધણીની સત્તા રાજય રજીસ્ટ્રારને હોઇ આ બાબતે રાજય રજીસ્ટ્રારને દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્યે ઉમરગામ તાલુકામાં આંગણવાડીઓના અધૂરા બાંધકામ બાબતે રજૂઆત કરતા તાલુકા વિકાસ અધિકારી ઉમરગામે સંબધિત એજન્સીને આંગણવાડીના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા નોટીસ આપી, તાજેતરમાં એજન્સીને બ્લેક લીસ્ટ પણ કરવામાં આવી છે.જેથી રીટેન્ડરીંગ કરી નવી એજન્સીને કામ આપી આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે પોલ્ટ્રી ફાર્મથી પારનેરા પારડી જતી નહેરના દબાણ દૂર કરવા બાબતે રજૂઆત કરતા કાર્યપાલક ઇજનેર, અંબિકા વિભાગ, નવસારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુગર ફેકટરી વલસાડ દ્વારા ચણવઇ નહેર પર જે દબાણ
કરવામાં આવ્યું હતું તેને નોટીસ આપવામાં આવતાં તેમણે આ બાબતે નહેરનું પાણી વહન થઇ શકે તે રીતે નહેર બનાવવા માટે અનુમતિ આપી છે. પરંતુ હાલ ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ અથવા વરસાદ બંધ થયેથી નહેરની કામગીરી ચાલુ કરવામાં આવશે. વલસાડ મોગરાવાડી તળાવ બ્યુટીફિકેશનની કામગીરી બાબતે રજૂઆત કરતા ચીફ ઓફિસર વલસાડ દ્વારા આ કામ અમૃત 2.0 યોજના હેઠળ ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા રૂા. 6.90 લાખનું મંજૂર કરવામાં આવ્યું છે. જેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે બોર્ડર વીલેજ, આદિમજૂથ, હળપતિ વિકાસયોજનામાં આવાસોમાં ઘણાં લોકોને મળવાપાત્ર હપ્તા ન મળ્યા હોવાની ફરિયાદો બાબતે રજૂઆત કરતા પ્રાયોજના વહીવટદાર દ્વારા બોર્ડર વિલેજના 10 લાભાર્થીઓ માંથી 6 લાભાર્થી અને આદિમ જૂથના 48 લાભાર્થીઓ માંથી 16 લાભાર્થીને બાકી રહેલ આવાસના હપ્તાનું 10 દિવસમાં ચૂકવણું કરી દેવામાં આવશે એમ જણાવ્યું હતું. ધારાસભ્યે પણ વાપી- શામળાજી હાઇવે પર આંબાતલાટ થી પાર નદી સુધીનો હાઇવે પર ખાડાઓપડી જતાં તાત્કાલિક ધોરણે રીપેર કરવા રજુઆત કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે તમામ વિભાગોને તેમના હસ્તકના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. બેઠકમાં ઇનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત,પ્રોબેશનરી IAS પ્રસન્નજીત કૌર દક્ષિણ વનવિભાગના નાયબ વનસંરક્ષક ઋષિરાજ પુવાર, નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડયા, વલસાડ, ધરમપુર અને પારડીના પ્રાત અધિકારીઓ સર્વ શ્રીમત આસ્થા સોલંકી, અમીત ચૌધરી અને અકિંત ગોહીલ, તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા.
Ad..













