
શિક્ષકો માટે ટ્રાવેલ એલાઉન્સ (પ્રવાસ ભથ્થું) એ તેમના શિક્ષણ કાર્ય માટેના ફરજિયાત પ્રવાસ ખર્ચ માટે મળતું નાણાંકીય સહાય છે. સ્કૂલ ઇન્સ્પેક્શન, ટ્રેનિંગ, પરીક્ષા ફરજીઓ કે અન્ય અધિકૃત કામ માટે શિક્ષકોને ઘણીવાર અન્ય સ્થળે જવું પડે છે. આવી યાત્રા માટેના ભાડું, ભોજન અને નિવાસ જેવી જરૂરિયાતોની પૂર્તિ માટે તેમને ટ્રાવેલ એલાઉન્સ મળે છે. સરકાર દ્વારા આ ભથ્થાંના નિયમો અને દરો નક્કી કરવામાં આવે છે. તેનો હેતુ શિક્ષકોને બિનઝંઝટ યાત્રા સુવિધા પૂરી પાડવી અને શિક્ષણ કાર્યમાં સક્રિય સહભાગી બનાવવો છે.

વલસાડ જિલ્લો જે વિદ્યાર્થી શિક્ષણ માટે ઓળખાય તે ત્યાં વર્ષોથી ભ્રષ્ટાચાર જેવી ગંદી વ્યવસ્થા રમી રહી છે. શિક્ષણ જેણે સમાજ ઘડવાનો ધંધો બન્યો છે ત્યાં હવે એક માથાભારે ટોળકી શિષ્યોના ભવિષ્યની ચિંતા છોડીને પોતાના ખિસ્સા ભરવામાં લાગી છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ ટોળકી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો પાસેથી કામના બહાને નાનીમોટી રકમ ઉઘરાવતી રહી છે. હવે તો તેમની હિંમત એટલી વધી ગઈ છે કે ખુલ્લેઆમ પૈસા વસુલવાના ષડયંત્રો રચાય છે.
હમણાં આવી એક ઘટના સામે આવી છે જેમાં આ ટોળકીએ T.A. (ટ્રાવેલ એલાઉન્સ) મંજુર કરવા માટે વિશિષ્ટ મિટિંગ બોલાવી. મિટિંગ બાદ આકા ઓ દ્વારા હુકમ જારી કર્યો કે દરેક શિક્ષકે રૂ.1000 આપવા. કહેવાય છે કે આ રકમ કોઈ અધિકૃત ફી નહોતી, પણ ખાલી મટેરિયલ T.A. મંજુર કરવા માટે લેવામાં આવતી ઉઘરાણી હતી. આવા સમયે એ પ્રશ્ન ઊભો થાય છે કે શિક્ષક સમાજના ઘડતરમાં કે કોઈની કમાણીનો સાધન?
માહિતી અનુસાર, અનેક શિક્ષકોના નેતાઓ પોતે પણ આ ભ્રષ્ટાચારના ભાગીદાર છે. તેઓ પોતાની જવાબદારી છોડીને પૈસા વસૂલવાનું સાધન બન્યા છે. ACબીના કેસો છતાં પણ તેમની હિંમત ઓછી થતી નથી. તેઓ ખુદ એક શિક્ષક સોસાયટીમાં બેઠા-બેઠા એક-એક હજાર રૂપિયાની ઉઘરાણી કરવા માટે હુકમ કરે છે અને પછી દમણમાં જઈને દારૂ પીવે છે, મોજ કરે છે. જો રોજ તેમના બ્લડ ટેસ્ટ થાય તો મોટા ભાગના સભ્યોના શરીરમાંથી દારૂ નીકળે, એવું શિક્ષકો કહે છે.
આ ટોળકીના સભ્યો શિક્ષક બનવા માટે નહીં, પણ ખાલી પાવર અને પૈસા મેળવવા આવ્યા છે. શિક્ષણનું પૂરું પવિત્ર તંત્ર તેમના કારણે પથ્થર બની ગયું છે. સ્કૂલે શું ભણાવવું, બાળકોનું ભવિષ્ય કેવો બને – એ અંગે કોઇને જરુરીયાત નથી. તેમને ફક્ત ‘કેમ વધુમાં વધુ પૈસા લઈ શકાય’ એ જ ચિંતામણિ છે. એવાં અનેક છે જેમણે વર્ષોથી ચોક પકડ્યો જ નથી – શાળામાં અવાજ પણ સાંભળાયો નથી, બસ ટચકાવટ, ધમકી, દારૂ અને મરઘી – એમનો રોજનો કાર્યક્રમ છે.
શિક્ષણ વ્યવસ્થાની દયનીય સ્થિતિ જોઈને એવું લાગશે કે આવા લોકો શિક્ષક નહીં, કોઈ મસખરાં છે. ખરેખર જો યોગ્ય તપાસ થાય તો એ સાબિત થઈ જશે કે તેઓ શિક્ષક તરીકે યોગ્ય નથી – પટાવાળો પણ નહીં. શિક્ષણતંત્રમાં આવા ભ્રષ્ટ તત્વોને અટકાવવાનું હવે જરૂરી બની ગયું છે. આવા લોકોને વહીવટી તંત્ર દ્વારા સીધા જ સસ્પેન્ડ કરવા જોઈએ. તેઓ જે દબાણ, ધાકધમકી અને જૂથશક્તિથી કામ ચલાવે છે તે બંધ થવું જરૂરી છે – નહીં તો વલસાડ જિલ્લાનું ભવિષ્ય ખતરામાં પડે એવું ચોક્કસ છે.
વલસાડમાં શિક્ષણ ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરતી એકમાત્ર ન્યૂઝ વેબ પોર્ટલ છે, જે અત્યાર સુધી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર અટકાવી શિક્ષકોના હિતમાં ન્યાય લાવી ચૂકી છે. અનેક અયોગ્ય પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવ્યો છે. સાહસપૂર્વક ચાલી રહેલી આ લડતના કારણે અનેક વખત ધમકીઓ મળી છે અને કરોડોની માનહાનીના દાવાઓ કરવામાં આવશે ની ધમકીઓ આપવામાં આવી છે. છતાં પણ પોર્ટલ સત્ય અને ન્યાય માટે અડગ રહીને કામ કરી રહી છે. આ લડત ભવિષ્યના શિક્ષણ માટે આશાની કિરણ છે.






