
- વલસાડ પોલીસે સુરત મા 5 કરોડ ની લૂંટ કરી ને ભાગેલા 6 લૂંટારુઓ ને ઝડપી પાડયા.
- વલસાડ એસ.પી ડૉ.કરણરાજ વાઘેલા સાહેબ ની ફરી એકવાર પ્રસાન્સનિય કામગીરી
- વલસાડ પોલીસે સુરત મા 5 કરોડ ની લૂંટ કરી ને ભાગેલા 6 લૂંટારુઓ ને ઝડપી પાડયા.

વલસાડ L.C.B અને S.O.G પોલીસ ની ટીમે સુરત મા રૂપિયા 5 કરોડ ની લૂંટ કરી ને ભાગેલા લૂંટારુઓ ને વલસાડ જિલ્લા ના પારડી પલસાણા નજીક થી ઝડપી પાડયા છે. આ સમગ્ર મામલે વલસાડ પોલીસ પાસે થી મળતી વધુ વિગતો મુજબ, સુરતમાંથી થયેલી 5 કરોડની લૂંટના મામલે સમગ્ર દક્ષિણ ગુજરાત ની પોલીસ દોડતી થઈ હતી.
લિન્ક ઉપર ક્લિક કરો લૂંટની ઘટના વીડિયો માં
👇👇👇👇👇👇👇👇👇👇👇
લૂંટારુઓ ગાડીમાં મુંબઈ તરફ ભાગી રહ્યા હોવાની માહિતી મળતા જ સુરત નવસારી અને વલસાડ પોલીસ દોડતી થઈ ગઈ હતી. વલસાડ જિલ્લા પોલીસ નો તમામ કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો. આ દરમિયાન પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી અને સુરતમાં થયેલી લૂંટ ના કેટલાક મુદ્દામાલ સાથે વલસાડ LCB અને SOG પોલીસે 6 આરોપીઓ ને વલસાડ ના પારડી ના પલસાણા નજીકથી ઝડપી પાડ્યા હતા.
બનાવની વિગત મુજબ ગતરોજ સુરત ના રાંદેર વિસ્તાર માં રહેતા યાર્ન – કાપડ ના વેપારી હરીશભાઈ વાંકાવાલા પાસે 5 કરોડ રૂપિયા કાળુ નાણું હતું. જેને સફેદ કરવા ની લાય માં મુંબઇ ખાતે શ્રીકાંત નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. ત્યાર બાદ રોકડ રૂપિયા 5 કરોડ ની લૂંટ કરવા નો કરશો રચાયો હતો. જેમાં ગતરોજ એક સફેદ કલર ની ઇનોવા કાર મા શ્રીકાંત સહિત કુલ 4 વ્યક્તિઓ હતા. જેમણે ઇનોવા કાર મા પ્રેસ લખેલી પ્લેટ લગાવી હતી. અને તેઓ 5 કરોડ રૂપિયા લઈ સુરત થી વલસાડ તરફ ભાગી છૂટયા હતા. અને આ ગેંગ મુંબઈ તરફ ભાગી રહી હોવાથી સુરત – નવસારી અને વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી. અને આરોપીઓને ગુજરાત માંથીજ ઝડપી લેવા માટે ઠેર ઠેર નાકાબંધી અને વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વલસાડ ના વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલનાકા નજીક પોલીસ નું ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન લૂંટારૂ ની ગાડી ટોલનાકા નજીક પહોંચી હતી. જ્યાં પોલીસ ની હાજરી જોતાજ ગાડી સાથે લૂંટારુ ઓ ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દ્રશ્યો જોઈ પૂરી તૈયારી સાથે ઉભેલી પોલીસ ટીમોએ કારનો પીછો કર્યો હતો. આ દરમિયાન હાઇવે પર લૂંટારૂઓ અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસથી બચવા લૂંટારૂઓ એ ગાડી પારડી ના પલસાણા તરફ ભગાવી હતી. જ્યાં ઉમરસાડી ના ગંગાદેવી મંદિર નજીક પહોંચી અને ગેંગ ગામની એક ગલીમાં ઘૂસ્યા હતા. જો કે ગલીમાં આગળ જતા રસ્તો પૂરો થઈ ગયો હતો. આથી આરોપીઓ ગાડીમાંથી ઉતરી અને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બે આરોપીઓને કેટલાક મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે બાકીનો કેટલાક મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઘટના સ્થળે થી ફરાર થઈ ગયા હતા. આથી આરોપીઓને ઝડપવા પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. વાડીઓ માં અને અંતરિયાળ વિસ્તાર માં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આમ સુરતમાં થયેલી 5 કરોડની લૂંટના આરોપીઓ ને ઝડપવા માં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. અને હાલ તો આ લૂંટ માં સંડોવાયેલા 6 આરોપીઓ પોલીસ હાથે ઝડપાઇ ગયા છે. જેમાં ઝડપાયેલા 6 લૂંટારુઓ પાસે થી પોલીસે અંદાજે 4 કરોડ 55 લાખ રૂપિયા કબ્જે કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
9 રૂટ બ્લોક કરાયા,12 અધિકારી કોન્ફરન્સ કોલથી સંપર્કમાં રહ્યા બગવાડા ટોલનાકા પરથી યુ ટર્ન મારીને ભાગતા પોલીસે તેમનો પીછો કર્યો
હતો. જોકે પોલીસ પણ ટ્રાફિકમાં ફસાઇ ગઇ હતી. જેથી 12 અધિકારીઓને કોન્ફર્ન્સમાં લઇ પારડી હદના મુખ્ય 9 રૂટ બ્લોક કરાયા હતા. બહાર નીકળવા માટે દરેક રૂટ પર પોલીસને જોઇ આરોપીઓ બંધ રસ્તે પહોંચી ગયા હતા
અને પોલીસના હાથે ઝડપાઇ ગયા હતાં. જોકે, અન્ય આરોપીઓ જંગલ જેવા વિસ્તારમાં નાસી છૂટ્યા હતાં. 4.54 કરોડ ભરેલી બેગ ભારી હોવાથી પકડાયેલા આરોપીઓ ભાગવામાં સફળ થયા ન હતા. કારમાંથી મહારાષ્ટ્ર પોલીસની કેપ મળી હતાં. ઇનોવા સાથે હોન્ડા અમેઝ કારમાં નક્લી પોલીસ બનીને આવેલા ત્રણ ઇસમોને પકડવા પોલીસ પીછો કરી રહી હતી. ત્યારે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર નજીક હાઇવે પર થર્ડ ટ્રેક નજીક ખુલ્લી જગ્યામાં પાર્ક કન્ટેનરમાં ઘૂસી જતા ત્રણેયને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. કારમાંથી મહારાષ્ટ્ર પોલીસની કેપ પણ મળી આવી હતી.
Ad.












