પારડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોથર ખાડીમાં પાણીનું પ્રદુષણ અટકાવવા બાાબતે ચીફ ઓફીસર પા૨ડીને આપવામાં આવ્યું આવેદનપત્ર !

On: September 21, 2024 9:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના પા૨ડી નગ૨ પાલીકા ચીફ ઓફીસરને કોથર ખાડીમા પાણીનું પ્રદુષણ કરતા અટકાવવા બાાબતે લેખિતમાં આવેદનપત્ર આપી પ્રશ્ન હલની થાયતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.અને આંદોલન ક૨તી વેળા કોઈપણ અણબનાવ બનશે કોઈ જાનહાની થશે તો તેની પણ તમામ જવબાદા૨ી પારડી નગર પાલીકા સહીત લાગતા વળગતા તમામ અધિકારીઓના શીરે તેમના જ ખર્ચે રહેશે. જેની ચેતવણી પણ આપવામાં આવી છે.

પારડી નગર પાલીકા હદ વિસ્તારના વોર્ડ નંબ૨ ૭ ને અડીને પસાર થતી કોથર ખાડીમા પા૨ડી નગર પાલીકા અને આજુબાજુના ગામો સાથે પારડી નગર પાલીકા દ્વારા કોન્ટ્રાકટ કરી પારડી ગામમા કચરો નાંખવાની આપેલ ૫૨વાનગી વાળો તમામ
સુકો, લીલો, ઝેરી, કેમીકલ યુકત કચરો રોજેરોજ ઠાલવવામા આવે છે. આ કોઠરખાડી નજીક ઠાલવવામા આવતા કચરાને પારડી નગર પાલીકા દ્વારા
કોઠરખાડીમા પારડી નગર પાલીકાના JCB દ્વા૨ા ખાડા ખોડી દાટવામા આવે છે. બાદમા જમીન ૫૨ ઢગલાં પણ ક૨વામા આવે છે. અને ઝેરી કેમીકલ યુકત કચરાને નદીમા પધરાવી પણ દેવામાં આવે છે.

આ કોઠ૨ખાડી આગળ જતાં પારડી તાલુકના ઉમરસાડી ગામના દરીયા કાંઠે જઈને મળે છે. આ કોથ૨ખાડીના પાણી પારડી પોણીયા, પલસાણા, ઉમ૨સાડી જેવા ગામોની જમીનને અડીને ઉમરસાડી ગામના દરીયામા ભળે છે. આ કોથરખાડીના
સુધ્ધ ચોખ્ખાં પાણીમા ઝેરી કેમીકલ, મરેલા પશુ, પ્લાસ્ટિકની ચપ્પલ-બુટ, કલરીંગ કપડાં, પા૨ડી તથા આજુબાજુના ગામોના મચ્છી, મટન, મ૨ઘાંનો રોજેરોજનો લીલો કચરો, પ્લાસ્ટિકનો સુકો કચ૨ો સહીત તમામ કચરો સરેઆમ જાહે૨મા નાંખવામા
આવે છે. આમ ક૨વાથી આ ખાડીમા વસતા જળચર પ્રાણી, પંખી, દુર્લભ કાચબા, ગૌમાતા, નંદી મહારજ, તમામ જાતના પશું કે જેઓ આ ખાડીમા પાણી પીવા આવે છે. તેમણે મ૨ણને શ૨ણ થવું પડે છે.

આ કોઠ૨ખાડી પારડી થી લઈ ઉમ૨સાડી ગામના દરીયા વચ્ચે આવતા તમામ ગામોની જમીનો ખેતીની જમીનો છે. જે જમીનોમા પણ આ કેમીકલ યુકત પાણી ભળે છે. જેને લઈ તમામ ખેતીની જમીનો તથા તે જમીનમા આવેલ તમામ કુવા, પાણના બોરને પણ
નુકશાન થાય છે. અને તેવા કેમીકલ યુક્ત પાણી થકી જ થતી ખેતીમા ઉગેલા શાકભાજી અનાજ ખાવાને લીધે આમ જનતાએ મરણને શરણ થવું પડે છે.

પારડી નગર પાલીકા દ્વારા પારડી શહેર તથા આજુબાજુના ગામના લોકોના આરોગ્ય સાથે ચેંડા થાય તે રીતુનું ગેરકાયદેશરનું કૃત્ય સરેઆમ જાહે૨મા જાણી જોઈને ક૨વામા આવી રહેલ છે. આવા પારડી નગર પાલીકાના જાણીજોઈને ક૨વામા આવી રહેલા ગેરકાયદેસ૨ના આમ જનતા પશુ, પંખીના મોતના સીધા જવાબદાર પારડી નગર પાલીકાના લગતા
લાગતા વળગતા અને ચીફ ઓફીાર જ છે.

પારડી નગર પાલિકાના સીફ ઓફીસર સમક્ષ સીધી માંગણી કરીએ છીએ કે જો આ આવેદનપત્ર
આપ્યાના દિન ૧૫મા કોથ૨ખાડી નજીક નાંખવામા આવેલ તમામ કચરો ન ઉંચકાવી લઈશો, જમીનને મુળ હાલતમા ચોખ્ખી ન કરી આપશો તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આ આંદોલન ક૨તી વેળા કોઈપણ અણબનાવ બનશે કોઈ જાનહાની થશે તો તેની પણ તમામ જવબાદા૨ી પારડી નગર પાલીકા સહીત લાગતા વળગતા તમામ અધિકારીઓના શીરે તેમના જ ખર્ચે રહેશે.

પા૨ડી નગ૨ પાલીકા ચીફ ઓફીસરને કોથર ખાડીમા પાણીનું પ્રદુષણ કરતા અટકાવવા બાાબતે લેખિતમાં આવેદનપત્ર સાથે મુખ્યમંત્રીશ્રી, ગાંધીનગ૨, ગુજરાત રાજય. ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ, વાપી.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ. – j69j+f7x, ફરીદકોટ હાઉસ, કો૫૨નીકસ માર્ગ,દિલ્હી, દિલ્હી
રેન્જ આઈ.જી.સાહેબશ્રી, સુરત. કલેકટર સાહેબશ્રી વલસાડ,નાયબ કલેકટર સાહેબશ્રી પા૨ડી ,મામલતદાર સાહેબશ્રી પા૨ડી એસ.પી.સાહેબશ્રી ,પોલીસ ઈન્સ્પેકટર સાહેબશ્રી પા૨ડીને પણ નકલરવાના કરવામાં આવી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!