
વલસાડ આરપીએફ ગ્રાઉન્ડ ની સામે રેલવે યાર તરફ જતો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ બાબતે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ ને જાણ થતા તેમણે તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરાવા માટે રેલવેના અધિકારીઓને સૂચનાઓ આપતા 24 કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.
લિંક પર ક્લિક કરો…
👇👇👇👇👇👇👇👇👇👇👇👇

આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો ને ભારે રાહત થઈ હતી. ત્યારે વલસાડ રેલવે વિભાગ દ્વારા કોઈ ને પણ જાણ કર્યા વિના આ માર્ગ બંધ દેતા આ માર્ગ પર પસાર થતા સ્કૂલ ના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ અધિકારીઓ ને આશરે દોઢ થી બે કિલોમીટર નો વિસ્તાર ફરી ને જવા ની નોબત ઊભી થઈ હતી.

નાના તેમજ મોટા વાહન ચાલકો ને ભારે ટ્રાફિક નો સામનો કરવો પડતો હતો. જેનાથી આ માર્ગ નો ઉપયોગ કરતા લોકો ને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. જ્યારે આ અંગે ની જાણ લોક સભા ના દંડક અને વલસાડ – ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલ ને થતા ની સાથેજ ગણત્રી ના કલાકો માં આ માર્ગ ખુલ્લો કરવા ની સૂચના રેલવે વિભાગ ના અધિકારીઓ ને આપી હતી. અને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. આ કામગીરી સમયે સ્થળ પર રેલવે સ્ટેશન સલાહકાર સમિતિ ના સભ્ય અમિશભાઈ પટેલ, ભાજપ ના કાર્યકર્તા આશિષભાઈ દેસાઈ, ભાજપ કાર્યકર્તા સુનિલભાઈ કવો ઉપસ્થિત રહયા હતા.
Ad..












