વરસાદના વધુ એક રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર.ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી !

On: September 23, 2024 4:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે,આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.24 સપ્ટેમ્બરે સુરત, દાદર નગર હવેલી,નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજયમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદના વધુ એક રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર.ડાંગ, તાપી, નવસારી,વલસાડમાં ભારે વરસાદની આગાહી.બુધવારથી બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે.મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી.અમદાવાદમાં બે દિવસથી ગરમીનો પારો વધ્યો.ગઈકાલે અમદાવાદમાં તાપમાન 35.7 ડિગ્રી અને કંડલા અને રાજકોટમાં તાપમાન 36 ડિગ્રી તાપમાન નોંધાયું.

જાણો કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે 26 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ,દમણ, દાદર નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.27 સપ્ટેમ્બરે અમદાવાદ, આણંદ, નર્મદા,ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.28 સપ્ટેમ્બરે ગાંધીનગર, અરવલ્લી, ખેડા,આણંદ અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આવતીકાલથી રાજ્યમાં મધ્યમથી લઇ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં ગરમી 36 ડિગ્રીની આસપાસ રહી શકે છે,વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે,નવસારી, વલસાડ, દમણ,દાદરા નગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હળવા વરસાદની આગાહી છે.23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને લઈ વરસાદ થવાની સંભાવના છે.

આજથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલની આગાહી મૂજબ આજથી રાજયમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે,આ વખતે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થવાની સંભાવના છે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તે સિસ્ટમ લાંબો સમય સુધી રહેશે,નર્મદા ડેમમાં હજી પણ વરસાદી પાણી વધવાની સંભવાનાઓ સેવાઈ રહી છે.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!