
Mumbai Gujarati Women Molested | નાલાસોપારા-ઈસ્ટના નાગીનદાસ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય ગુજરાતી યુવતીને લગ્નની લાલચ આપીને રિક્ષાચાલકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપીનું નામ માનવ નવલે છે અને તેની વિરુદ્ધ તુલિંજ પોલીસ મથકમાં કેસ નોંધવામાં આવ્યો હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નાલાસોપારામાં 21 વર્ષની પીડિતા પરિવાર સાથે રહે છે. વર્ષ 2021માં માનવ નવલે એક રિક્ષા ડ્રાઇવરે પીડિતા સાથે મિત્રતા કરી અને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. પીડિતાએ પોલીસમાં આપેલાં નિવેદનમાં કહયું હતું કે વર્ષ 2023 માં હું તારી સાથે લગ્ન કરીશ એવા બહાને વિરારના અર્નાળા વિસ્તારમાં એક ગેસ્ટ હાઉસમાં તે મને લઈ ગયો અને મારી સાથે દુષ્કર્મ કર્યું હતું.એટલું જ નહીં આ આરોપીએ યુવતીના અશ્લીલ ફોટા પાડીને તેના સગા-સંબંધીઓમાં વાયરલ કરીને તેની બદનામી પણ કરવામાં આવી હતી.
આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં પીડિતાએ તુલિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદના આધારે તુલિંજ પોલીસે આરોપી માનવ નવલે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 376, 376 (2) (એન), 354, 345 (ડી), 504 તેમજ કલમ 4 હેઠળ કેસ દાખલ કર્યો હતો. 8, 12 પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (પોક્સો) અને આઈટીએક્ટ 66(ઈ), 67 (એ) મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. તેમ જ તુલિંજ પોલીસ ફરાર આરોપીની શોધ કરી રહી છે.






