દરિયા કિનારાના અનેક શહેરો ડૂબશે! 200 વર્ષ બાદ દુનિયાનો અંત! વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો

On: September 29, 2024 4:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દુનિયામાં કેટલીક એવી વસ્તુઓ છે જે મનુષ્યને સૂર્યના તાપથી બચાવે છે, તેમાંથી એક એન્ટાર્કટિકાના ગ્લેશિયર છે. એન્ટાર્કટિકાના ગ્લેશિયર તે પૃથ્વી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ તાજેતરમાં વૈજ્ઞાનિક અભ્યાસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે, એન્ટાર્કટિકામાં એક વિશાળ ગ્લેશિયર જેને ‘ડુમ્સડે ગ્લેશિયર’ તરીકે ઓળખવામાં આવે છે તે આગામી 200 થી 900 વર્ષોમાં સંપૂર્ણપણે પીગળી જશે.

હવે જાણો છું છે કારણ ?

તેનું સૌથી મોટું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. વધતા તાપમાનને કારણે ગ્લેશિયર્સ ઝડપથી પીગળી રહ્યા છે. આ સિવાય દરિયાનું ગરમ પાણી નીચેથી ગ્લેશિયરને પીગળી રહ્યું છે. ઉપરાંત ગ્લેશિયરની રચનામાં ફેરફારને કારણે તે ઝડપથી તૂટી રહ્યું છે.

તે આટલું જોખમી કેમ છે ?

એન્ટાર્કટિકાના હિમનદીઓનું પીગળવું ખૂબ જ જોખમી છે. જો આ ગ્લેશિયર સંપૂર્ણપણે પીગળે છે, તો તેના કારણે વૈશ્વિક સમુદ્રનું સ્તર કેટલાક મીટર સુધી વધી શકે છે. આનો અર્થ એ છે કે, વિશ્વના દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જશે અને લાખો લોકોએ તેમના ઘર છોડવા પડશે. ઉપરાંત ગ્લેશિયર્સ પીગળવાથી પૃથ્વીની આબોહવા અને સમુદ્રી પ્રવાહોમાં મોટા ફેરફારો થશે. તેનાથી સમગ્ર વિશ્વમાં હવામાનમાં અનિશ્ચિતતા વધી શકે છે. આ સિવાય સમુદ્રનું સ્તર વધવાને કારણે ઘણા ટાપુઓ અને દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જશે, જેના કારણે અનેક પ્રજાતિઓનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. આ ઉપરાંત આનાથી પૃથ્વી પરનું તાપમાન પણ વધી શકે છે.

નોંધનીય છે કે, નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં આ સંકટને વધુ ગંભીરતાથી લેવામાં આવ્યું છે. અભ્યાસમાં જણાવાયું છે કે, જો વૈશ્વિક તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે તો એન્ટાર્કટિકાના બરફનો જથ્થો ખૂબ જ ઝડપથી પીગળવા લાગશે.

એન્ટાર્કટિકાના ગ્લેશિયર્સને કેવી રીતે બચાવી શકાય ?

ગ્લેશિયર્સનું પીગળવાનું રોકવા માટે આપણે ગ્લોબલ વોર્મિંગને રોકીએ તે સૌથી મહત્વપૂર્ણ છે. આ માટે આપણે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઓછો કરવો પડશે અને સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો અપનાવવા પડશે. વૈજ્ઞાનિકોએ આ ગ્લેશિયર વિશે વધુ અભ્યાસ કરવાની જરૂર છે જેથી કરીને આપણે તેના પીગળવાની ગતિ ધીમી કરી શકીએ. આ સમસ્યાનો સામનો કરવા માટે તમામ દેશોએ સાથે મળીને કામ કરવું પડશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!