
વડોદરા શહેરના ભાયલી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કેસમાં ભાયલી ગામના પૂર્વ સરપંચે આરોપીઓની માહિતી આપનારને રૂપિયા 50,000ના રોકડનાં ઇનામની જાહેરાત કરી છે. આરોપીઓની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
ભાયલી ગામના પૂર્વ સરપંચ દર્પણ પટેલે જણાવ્યું હતું કે, હું સૌને વિનંતી કરું છું કે, ભાયલી ખાતે સગીર યુવતી સાથે જે દુષ્કર્મની ઘટના બની તે સંદર્ભે આપણી કોઈની પાસે કોઈ પણ માહિતી હોય તો આપ મને અથવા ભાયલી પોલીસ સ્ટેશનમાં આપી શકો છો. હું આપને ખાતરી આપું છું, તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમજ દુષ્કર્મ આચરનાર ત્રણ આરોપી સાથે જે 2 યુવાનો આ ઘટના પહેલા સ્થળ છોડીને ભાગી ગયા હતા, તે યુવાનોને પણ આ વીડિયોના માધ્યમથી વિનંતી કરું છું કે, તમે આગળ આવીને આરોપીઓ સબંધિત માહિતી મને અથવા પોલીસને આપો. મળતી માહિતી મુજબ પોલીસ આપને પૂરતો સહકાર આપશો. સચોટ માહિતી આપનારને મારા તરફથી 50,000 રૂપિયાની ઈનામી રાશી આપવામાં આવશે. એક આરોપીએ ગોલ્ડન ફ્રેમવાળા બ્રાઉન ગ્લાસના ચશ્મા પહેરેલાં હતાં તેમજ બીજા આરોપીએ કાનમાં કડી-બુટ્ટી પહેરેલી હતી. આપ સૌને આ વીડિયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી છે.
સમાજ માટે આ ઘટના ખૂબ શરમજનક તેઓએ જણાવ્યું હતું કે, 16 વર્ષની સગીરા પર જે દુષ્કર્મની ઘટના બની છે તે સમાજ માટે ખૂબ જ શરમજનક છે. આ ઘટના ભાઈ ગામની ધરતી પર બની છે જેથી એમને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. આરોપીઓ પાસે સ્પ્લેન્ડર કે પેસન જેવી બાઈક હતી.






