કપરાડાના તાલુકાના સુથારપાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં ૫૩૬૮ અરજીઓનો હકારાત્મક નિકાલ

On: October 6, 2024 8:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી,તાલુકા પ્રમુખ હીરાબેન માહલાની ઉપસ્થિતિમાં સુથારપાડા ખાતે યોજાયેલા ગ્રામ્ય વિસ્તારના કાર્યક્રમમાં વિવિધ સરકારી સેવાઓનો અનેક લોકોએ લાભ મેળવ્યો હતો.

કપરાડા તાલુકાનો દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સુથારપાડા ખાતે યોજવામાં આવ્યો. કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી એ પ્રસંગે ઉપસ્થિત રહી કામગીરીના સુયોગ્ય સંચાલનનું નિરીક્ષણ કર્યું.

આ કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હીરાબેન માહલા અને કપરાડાના મામલતદારશ્રી, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

આ કાર્યક્રમ હેઠળ એકજ સ્થળ પર ગામડાઓમાં સરકારની યોજનાઓના લાભ પહોચાડવામાં આવે છે તેમજ નાગરિકોને જરૂરી સહાય આપવામાં આવે છે અને સમસ્યાનું નિરાકરણ પણ કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં કુલ અરજદારો વિવિધ સેવાઓ માટે જુદા જુદા વિભાગોના સ્ટોલ મુકવામાં આવ્યા હતા.

કપરાડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી સેવા પુરી પાડી હતી. કાર્યક્રમમાં ૫૩૬૮ જેટલી વિવિધ રજૂઆતો મળી હતી જે તમામ રજૂઆતોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં ૭/૧૨ અને ૮-અના ૩૩૧૬, રસીકરણના ૭૯૮, જાતિ પ્રમાણપત્ર ૩૨૨, રાશન કાર્ડ નામ દાખલ-કમી કરવાની ૨૫૫, રાશનકાર્ડ અપડેશન ૩૬, ડિવર્મીંગ ૧૭૭, હેલ્થ વેલનેસ કાર્ડ્ની ૧૮૪, મેડીસીન સારવાર ૧૦૭, જન્મ મરણ દાખલાના પ્રમાણપત્રની ૨૫, પશુ સારવાર ૧૯, તેમજ આધાર કાર્ડ નોંધણીની, આવકના દાખલાની, રાશનકાર્ડ e-KYC, ભીમ એપ, કેશલેસ લિટરેસી, પીએમ કિસાન પોર્ટલ પર રજીસ્ટ્રેશન, નવા ઘરેલું વીજ જોડાણ, પીએમ સ્વનિધિ, પી.એમ.જે.મા(અરજી)ની, બસ પાસ, આધાર નોંધણી, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા સહાય, નોના ક્રીમિલેયર પ્રમાણપત્ર, વૃદ્ધ પેન્શન, નમોશ્રી યોજના, ઉંમરનો દાખલો, વારસાઈ અરજીની સાથે બીજી યોજનાઓની ૧૨૯ અરજીઓ મળી કુલ ૫૩૬૮ રજૂઆતો થઈ હતી. આ તમામ રજૂઆતોનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

AD.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!