28 ઓક્ટોબર, 2024નું રાશિ ભવિષ્ય

On: October 27, 2024 8:06 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મેષ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર મળી રહે.

વૃષભ : નોકરી-ધંધો જાય તો ઘર-પરિવારની ચિંતા સતાવે અને ઘરે રહે તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે. મિત્રવર્ગની ચિંતા જણાય.

મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે.

કર્ક : આપના કાર્યમાં કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા મળી રહે.

સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ-ઉત્સાહ રહે. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઈ શકે.

કન્યા : રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. ખર્ચ-ખરીદી જણાય.

તુલા : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. આનંદ અનુભવો.

વૃશ્ચિક : ઘર-પરિવાર, મિત્રવર્ગ- સગા-સંબંધીના કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

ધન : નોકરી-ધંધાના કામકાજ અર્થે આપે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

મકર : બેંકના કામમાં, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપે સંભાળવું પડે. તબીયતની અસ્વસ્થતા અનુભવાય.

કુંભ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય.

મીન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

– અગ્નિદત્ત પદમનાભ

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!