
Maa Foundation
ભારતમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં આર્થિક રીતે નબળા વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અંગેની જાહેરાત (૨૦૨૪-૨૫) મા ફાઉન્ડેશન ૨૦૦૬ થી વલસાડ જિલ્લામાં વિવિધ શૈક્ષણિક પ્રોજેક્ટ ઉપર કામ કરે છે.૨૧મી સદીના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ
માટે જીવનની કારકિર્દી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા વિના શક્ય નથી. આપણાં વિસ્તારના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવીને ખૂબ આગળ વધે એ હેતુથી મા ફાઉન્ડેશન શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે “શિષ્યવૃત્તિ યોજના” શરૂ કરી રહ્યું છે.
અરજી માટેની લાયકાત:
ઉમેદવાર છેલ્લા પાંચ વર્ષથી વલસાડ જિલ્લો દમણ અને દાદરાનગર હવેલીમાં નિવાસ કરતો હોવો જરૂરી છે.
ધોરણ ૧૨ (સાયન્સ પ્રવાહ) માં ૭૦% કે તેથી વધુ ટકાવારી મેળવેલ હોય. સ્નાતક કક્ષા / અનુસ્નાતક કક્ષા એ ભણતા હોય તો પાછલા વર્ષમાં ૬૫% કે તેથી વધુ ટકાવારી મેળવેલ હોય.
ફક્ત ડિપ્લોમા એન્જીન્યરીંગ માટે ધોરણ ૧૦ માં ૭૫% કે તેથી વધુ ટકાવારી મેળવેલ હોય. કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી વાણિજય અને વિનયન પ્રવાહમાં ધોરણ ૧૨ માં ૮૦% કે તેથી વધુ હોય તેવી કન્યાઓ પારીવારીક વાર્ષિક આવક ૪ લાખ કે તેથી ઓછી હોય એમણે જ અરજી કરવી.અન્ય કોઇ સરકારી કે બિનસરકારી શિષ્યવૃત્તિ મળવા પાત્ર ન હોય
શિષ્યવૃત્તિ મેળવવા માટે ભારતમાં માન્યતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થામાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ મળી ગયા બાદ જ અરજી કરવી.
કન્યાઓને, વિધવા બહેનોના બાળકો, અનાથ બાળકો, ત્યક્તાબહેનોના બાળકો તથા જિલ્લાના ઉંડાણના વિસ્તારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટેના નિયમોમાં યોગ્ય છુટ તથા અગ્રીમતા આપવામાં આવશે.
M.B.B.S./B.D.S. માં સ્વનિર્ભર મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર, વિદેશમાં અભ્યાસ કરતાં તેમજ શાળામાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ અરજી કરવી નહીં.
લાયકાત ધરાવતાં લેખિત અરજી કરનાર વિધાર્થીઓએ અરજી સાથે નીચે મુજબના તમામ બિડાણો કરી નીચે દર્શાવેલ સરનામે મોકલવાના રહેશે.
૧. શિષ્યવૃત્તિ માટે સાદા કાગળ પર વિધાર્થીએ કુંટુંબની વિગત, ખર્ચો, અન્ય જરૂરી વિગત સાથે અરજી કરવાની રહેશે (કોઈ ફોર્મ ભરવાનુ નથી) તેથી અરજીમાં યોગ્ય રજુઆત કરી સરનામુ, ઇ-મેઇલ અને વિધાર્થીનો ફોન નંબર (Whatsapp હોય તે)
લખવો. તથા એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડવો.
૨. ધોરણ ૧૦, ધોરણ ૧૨ નું પરીણામ અને પ્રથમ પ્રયત્નનું સર્ટીફીકેટ, શાળા છોડયાના દાખલા સાથે, કોલેજના બીજા ત્રીજા/ચોથા વર્ષ માટે ધોરણ ૧૨ નું પરીણામ, તથા પાસ કરેલ તમામ સેમેસ્ટરના પરીણામ
૩. વિધાર્થીના બેંકના ખાતાની વિગતો – IFSC Code, Account No. સાથે ચેક/પાસબુકની ઝેરોક્ષ કોપી.
૪, પ્રવેશ મળી ગયાના આધારભૂત પ્રમાણ જેવા કે કોલેજ ફી ભર્યાની પહોંચની નકલ અથવા બોનાફાઇડ તથા તમામ રસીદો (હોસ્ટેલ
ફી, જમવાના ખર્ચ વગેરે) ની ઝેરોક્ષ કોપી.
૫. કુટુંબની વાર્ષિક આવકનો દાખલો અને આવકનો સ્ત્રોત પણ જણાવવો, જો ખેતીની આવક હોય તો ૭/૧૨ અને ૮અની નકલ
જોડવી.
૬. વિદ્યાર્થીના માતા-પિતા જેઓ નોકરી કરતાં હોય એમણે પગાર સ્લીપ / પગારનો લેટર તથા ફોર્મ ૧૬ની નકલ જોડવી.
૭. બીજી કોઇ સંસ્થામાંથી સરકારી શિષ્યવૃત્તિ મળવાપાત્ર હોય / મળતી હોય તો તેની વિગત. એસ.સી, એસ.ટી. તેમજ ઓ.બી.સી.
કેટેગરીના વિધાર્થીએ સરકારી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે કે નથી તેનું સંસ્થાના વડાનું પ્રમાણપત્ર રજુ કરવું.
૮. રાશન કાર્ડની નકલ અથવા છેલ્લા પાંચ વર્ષથી જિલ્લામાં નિવાસ કરતા હોય એવો કોઈપણ દાખલો.
૯. વિધવા બહેનો | અનાથ બાળકોએ અરજી સાથે મરણનો દાખલો તથા ત્યક્તા બહેનોએ અરજી સાથે છુટાછેડાના જરૂરી કાગળો જોડવા.
ઉપર મુજબના તમામ ડોક્યુમેન્ટ્સની નીચેના સરનામા ઉપર તા. ૩૧/૧૨/૨૦૨૪ સુધીમાં મોકલવા. આપની અરજીના અનુસંધાનમાં ૨૦ દિવસમાં આપને ફોન/મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે,
મા ફાઉન્ડેશન
શ્રી જી.એમ.બીલાખીયા ક્રિકેટ સ્ટેડીયમ,
બીલાખીયા હાઉસની સામે, મુક્તાનંદ માર્ગ, ચલા, વાપી – ૩૯૬ ૧૯૧
ફોન – ૮૩૪૭૫૦૦૦૧૨/ ૮૧૪૦૪૦૩૧૦૦ | ૮૧૪૦૪૦૯૧૦૦ (ભાવિનીબેન / સંગીતાબેન )
| ઈ-મેઇલ – Scholarship.vapi@maafoundation.org (ભાવિનીબેન / જયેશભાઇ)
Ad..











