કપરાડા તાલુકામાં  ઢોંગી ધુતારાઓના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. હજુ પણ શિક્ષિત સમાજ અંધશ્રદ્ધામાં !

On: December 16, 2024 9:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આ મારા ઘરની સામે રાત્રી દરમિયાન મુકવામાં આવ્યું છે. મારા આંગણે આ શરમ જનક બાબત કહેવાય ..

આજુબાજુ વિસ્તારમાં એવી અનેક પ્રવૃત્તિ થઈ રહી છે. આદિવાસી વિસ્તારમાં અનેક પરિવાર એવી અંધશ્રદ્ધામાં જીવે છે. પરિવારમાં કોઈ મૃત્યુ થાય તો કોઈ વૃદ્ધ કે મહિલા પર આરોપ લગાવવામાં આવે છે.

શરમની વાત એ પોતાના દીકરા કે દીકરી જન્મથી મોટા કરે એ માં.. ને ડાકણ કહેવામાં આવે છે.

બે દિવસ પહેલાની સત્ય હકીકત છે. નિવૃત્ત સરકારી વકીલ જેનો સગો ભાઈના મૃત્યુ માટે પણ આરોપ લગવવામાં આવ્યો હતો. જે નિવૃત્ત સરકારી વકીલ સાથે રૂબરૂ વાત થઇ હતી.

Ad.

શ્રદ્ધા-અંધશ્રદ્ધામાં જીવનમાં આવતી આર્થિક, સામાજિક, માનસિક કે શારીરિક તકલીફો સામે લડવાની તાકાત આપે છે, પરંતુ ઘણી વખત આપણી આ શ્રદ્ધા- અંધશ્રદ્ધામાં તબદીલ થઇ જાય છે. જેનો લાભ ઉઠાવી ઢોંગી-ધુતારાઓ છેતરી જાય છે, જેના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

રાજ્યમાં આવા બનાવોને અટકાવવા માટે વિધાનસભામાં ગૃહમંત્રી દ્વારા અંધશ્રદ્ધા વિરોધી બિલ રજુ કરવામાં આવ્યું હતો જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો પણ એ કાયદાનું ?

Ad.

સૌ પ્રથમ તો વાત કરીએ કે, કેવા કૃત્યો અંધશ્રદ્ધામાં આવે છે અને ગુનાહિત કૃત્યો ગણાય છે? તો એમાં માનવબલી, અઘોરી પ્રથા, કાળાજાદુ કે આ પ્રકારના અન્ય અમાનવીય, અનિષ્ટ કૃત્યોનું આચરણ, પ્રોત્સાહન, પ્રચાર- પ્રસાર હોય કે પછી ભૂત, ડાકણ કે દુષ્ટ આત્માને શરીરમાંથી બહાર કાઢવાના બહાને જે-તે વ્યક્તિને દોરડા કે સાંકળથી બાંધીને, લાકડી કે ચાબુકથી માર મારવો, મરચાંનો ધુમાડો કરી વાળથી બાંધી છત પર લટકાવવા, શરીર પર ગરમ પદાર્થથી ડામ આપવા, પગરખાં પલાળેલું પાણી પીવડાવું, કે માનવ મળમૂત્ર બળજબરીથી વ્યક્તિના મોઢામાં મૂકવા, કહેવાતા ચમત્કારોનું પ્રદર્શન કરવું અને તેના પ્રચાર-પ્રસાર દ્વારા લોકોને છેતરવા, દિવ્ય શક્તિની કૃપા મેળવવાના હેતુથી કે કિંમતી ચીજો-ખજાનો મળવાની લાલચ આપી અઘોરી કૃત્યો, કાળા જાદુના કૃત્યો કે અન્ય અમાનવીય કૃત્યો કરી કોઇના જીવનને ભય કે ગંભીર ઇજા પહોંચાડવી.

Ad..

કઈ પ્રવૃત્તિઓ ગુનાહિત ગણાશે?
આગળ વાત કરીએ તો આ સિવાય જે તે વ્યક્તિ પર અગમ્ય શક્તિનો પ્રભાવ છે તેવો સામે વાળાના મનમાં ભય પેદા કરવો તથા ડાકણ કે શૈતાનનો અવતાર છે તેની હાજરીથી ઢોરની દૂધ આપવાની ક્ષમતા ઘટે છે, તે દુર્ભાગ્ય લાવે છે કે રોગચાળો લાવે છે તેવા આક્ષેપો લગાડવા. મંત્ર તંત્રથી ભૂત- ચુડેલને બોલાવવાની ધમકી આપી લોકોના મનમાં ભય ઉભો કરવો, કુતરું, સાપ કે વીંછી કરડવાના કિસ્સામાં કે અન્ય કોઈપણ માંદગીમાં વ્યક્તિને તબીબી સારવાર કરતા અટકાવવી અને દોરા, ધાગા, તંત્ર મંત્રથી સારવાર આપવી. આંગળીઓ દ્વારા શસ્ત્રક્રિયા કરવાનો દાવો કરવો, અથવા સ્ત્રીના ગર્ભમાં રહેલા ગર્ભનું લિંગ બદલવાનો દાવો કરવો.

Ad.

પોતાનામાં વિશેષ અલૌકિક શક્તિઓ હાજર છે, અને તેનો ભક્ત પાછલા જન્મમાં તેની પત્ની, પતિ અથવા પ્રેમી હતો તેવું દર્શાવી આવી વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાવવું. કે અલૌકિક શક્તિ દ્વારા માતૃત્વની ખાતરી આપી ગર્ભધારણ કરવામાં અસમર્થ હોય તેવી સ્ત્રી સાથે જાતીય સંબંધો બાંધવા. આ તમામ પ્રકારની બાબતનો અંધશ્રદ્ધામાં અને ગુનાહિત કૃત્યમાં સમાવેશ થાય છે.

આવા કૃત્યો આચરતા ગુનેગારોને શું સજા મળે શું છે જોગવાઈ-?
આ કાયદાનો ભંગ કરવા બદલ 6 માસથી લઇને 7 વર્ષ સુધીની કેદની સજા અને 5000થી 50000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. એટલું જ નહીં, ગુનામાં મદદ કરનાર અથવા ગુનો કરવાનો પ્રયત્ન કરનારને પણ ગુનેગાર માની તે મુજબ સજા કરવામાં આવશે. આ ગુના હેઠળ આરોપીને પકડવા માટેની સીધી સત્તા પોલીસને આપવામાં આવી છે. આ ઉપરાંત કાયદા અંગે ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા વિજિલન્સ ઓફિસરની નિયુક્તિની પણ જોગવાઇ કરવામાં આવી છે.
વિજિલન્સ ઓફિસરે પોતાના અધિકારક્ષેત્રના વિસ્તારમાં સૂચિત કાયદામાં જણાવેલા ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા, ભોગ બનનાર કે તેના પરિવારના સભ્ય દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા પછી તેના પર યોગ્ય અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને સંબંધિત પોલીસ સ્ટેશનને જરૂરી સલાહ, માર્ગદર્શન અને મદદ આપવાની રહેશે.
વિજિલન્સ ઓફિસરની ફરજમાં અવરોધ કે બાધા કરનારને 3 માસની કેદ અથવા 5000 સુધીના દંડ સાથે કેદની સજાની જોગવાઈ છે. જેથી વિજિલન્સ ઓફિસર પોતાનું કાર્ય સારી રીતે અને ઝડપથી કરી શકે.

Ad..

અંધશ્રઘ્ધા વિરોધી કાયદાની મહત્વની બાબતો.

“ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024” તૈયાર

ધાર્મિક વિધિ અને પરંપરાને કાયદાથી છૂટ આપવામાં આવી

કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર – પસાર કરવો ગુનો ગણાશે

ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે

કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકશાન થાય છે તેનો પ્રચાર કરવો પણ ગુનો ગણાશે

સાપ, વીંછી કે શ્વાનના કરડવા અંગે દવાખાને લાઇજવતા રોકવા અને દોરા, ધાગા કે મંત્રો કરવા તે ગુનો ગણાશે

ભૂત કે ડાકણ મંત્રોથી બોલાવી અન્યને ભયમાં મૂકવા તે બાબત પણ ગુનો બનશે

ભૂત – ડાકણને બોલાવી અન્યોને શારીરિક ઇજા પહોંચાડવી પણ ગુનો બનશે

ગર્ભ ધારણ કરવા અસમર્થ સ્ત્રી સાથે અલૌકિક શક્તિથી માતૃત્વ આપવાના બહાને જાતીય સંબંધ બાંધવો ગુનો ગણાશે

આંગળી દ્વારા શસ્ત્ર ક્રિયા કરવી કે તેમ કરવાનો દાવો કરવો પણ ગુનો ગણાશે

આવો ગુનો કરનાર વ્યક્તિને 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજા થાય તેવી સૂચિત કાયદામાં જોગવાઈ

ગુનેગારને રૂ. 5 હજારથી 50 હજારનો આર્થિક દંડ કરવાની પણ સૂચિત કાયદામાં જોગવાઈ

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!