ગૃહમંત્રી અમિત શાહ સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓની મુલાકાત

On: December 11, 2024 4:14 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓના જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓએ લોકસભા ભવન, દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત કરી. આ મુલાકાતમાં લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને મુખ્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ અને નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ સહિત અન્ય જિલ્લાઓના પંચાયત પ્રમુખોએ ભાગ લીધો.
ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉપસ્થિત તમામ પ્રમુખશ્રીઓ સાથે આત્મીય ચર્ચા કરીને તેમનો અભિપ્રાય મેળવ્યો અને પંચાયત વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના દિશામાં માર્ગદર્શન આપ્યું. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યમાં સ્થાનિક સ્તરે લોકપ્રતિનિધિઓની ભૂમિકા અને મહત્વને ઉજાગર કર્યું.

વિશેષ કરીને ગ્રામ્ય વિકાસ, પંચાયતવાડી સ્વરાજ્ય, અને ગ્રામ્ય ક્ષેત્રમાં પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવા માટેના પ્રયાસોની ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે કૃષિ વિકાસ, ગ્રામ્ય રોજગારી, સ્વચ્છ ભારત અભિયાન અને ગામડાઓમાં પ્રાથમિક આરોગ્યસેવાઓના વિસ્તરણ જેવા મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું.

શ્રી ધવલભાઈ પટેલે આ મુલાકાતને મહત્વપૂર્ણ ગણાવી અને જણાવ્યું કે, “આજે ગૃહમંત્રી સાથેની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખોને માર્ગદર્શન મળ્યું છે, પરંતુ દેશની વિકાસયાત્રામાં પંચાયતોની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતિ આવી છે.”

આ બેઠક ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે નિર્ધારિત સંકલ્પના ચિંતન સાથે પૂરક બની હતી.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!