દેશના લોકો એ જાણવા ઉત્સુક છે કે કર્નલ સોફિયા કુરેશી કોણ છે. આજે અમે આ અંગે જણાવીશુ

On: May 7, 2025 4:35 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આજે ભારતે આપ્યો છે. ભારતે એરસ્ટ્રાઈક કરીને પાકિસ્તાનની અંદર રહેલા આતંકવાદીઓના ઠેકાણાઓેને જમીનદોસ્ત કરી દીધા છે. ઓપરેશન સિંદૂર અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશીએ મીડિયાને માહિતી આપી હતી.

કર્નલ સોફિયા કુરેશી
પ્રેસ કોન્ફરન્સમાં હિન્દીમાં સંપૂર્ણ માહિતી આપનાર કર્નલ સોફિયા કુરેશીએ ઓપરેશ સિંદૂરની દરેક વિગતો વિશ્વ સમક્ષ રજૂ કરી. સોફિયા કુરેશી કોર્પ્સ ઓફ સિગ્નલ્સ સાથે જોડાયેલી અધિકારી છે. ૩૫ વર્ષીય સોફિયા કુરેશી હાલમાં પહેલી મહિલા અધિકારી છે, જેમણે બહુ-દેશીય લશ્કરી કવાયતમાં ભારતીય સેનાની આખી ટુકડીનું નેતૃત્વ કર્યું છે.

વર્ષ 2016 માં, તે એક્સરસાઇઝ ફોર્સ 18 મિલિટરી ડ્રીલનો ભાગ બન્યા હતા અને તેનું નેતૃત્વ પણ કર્યું. એટલું જ નહીં, ગુજરાતના સોફિયા કુરેશી એક લશ્કરી પરિવારમાંથી આવે છે અને તેમની પાસે બાયોકેમિસ્ટ્રીમાં ડિગ્રી પણ છે. લગભગ 6 વર્ષથી, તેમણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત વતી યોગદાન આપ્યું છે અને કોંગોમાં મિશન પૂર્ણ કર્યું છે.

વડોદરાની દીકરી છે સોફિયા
ઓપરેશન સિંદૂરને લીડ કરનાર કર્નલ સોફિયા કુરેશી વડોદરાની દીકરી છે. 7 કરોડ ગુજરાતીઓ માટે ગૌરવના સમાચાર છે. પાકિસ્તાનને પાઠ ભણાવનારી વિરાંગના કર્નલ સોફિયા ગુજરાતની દીકરી છે. વડોદરાના ફતેગંજમાં સોફિયાનો પરિવાર રહેતો હતો અને
પિતા પણ ભારતીય આર્મીમાં ઈલેક્ટ્રોનિક્સ મિકેનિકલ એન્જિનિયર શાખામાં સેવા આપતા હતા. તો આજે ગુજરાતની જાંબાઝ દીકરી કર્નલ સોફિયાએ ઓપરેશન સિંદૂરની આખી દુનિયાને જાણકારી આપીને આતંકીઓના દેશની પોલ ખોલી નાખી છે. ગુજરાત સહિત સમગ્ર દેશની દીકરીઓ માટે આ પ્રેરણા આપતી ખબર છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મોટી થઈ છે કર્નલ સોફિયા કુરેશી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બાયો કેમેસ્ટ્રીમાં MSC ભણ્યા છે અને MSC પાસઆઉટનું વર્ષ 1997 હતું. કર્નલ સોફિયાના પરિવારે વડોદરા ત્યારે છોડ્યું, તેના બાદ તેમના પિતાની બદલી ઉત્તર પ્રદેશમાં થઈ. કર્નલ સોફિયાના દાદા પણ ભારતીય સેનામાં સેવા આપતા હતા.

સોફિયા મિલનસાર સ્વભાવના છે – કર્નલ સોફિયાના ક્લાસમેટ

ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી સાથે અભ્યાસ કરનાર દેવેશ સુથારે ઝી 24 કલાકને જણાવ્યું કે, વડોદરાની એમ એસ યુનિ.ની કેમેસ્ટ્રી વિભાગમાંથી સ્નાતક અને બાયોકેમેસ્ટ્રી વિભાગમાંથી અનુસ્તાનક સોફિયાએ વર્ષ 1997 માં કર્યું હતું. સોફિયા ખૂબ મિલનસાર સ્વભાવની હતી, સોફિયાનું પહેલાથી આર્મીનું બેકગ્રાઉન્ડ રહ્યું છે. આજે અમને ખૂબ ગર્વ છે, સોફિયાએ દેશ, વડોદરા અને એમ એસ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. સોફિયાએ એક વર્ષ સુધી બાયોકેમેસ્ટ્રી ફેકલ્ટીમાં પ્રોફેસર તરીકે વિધાર્થીઓને ભણાવ્યા પણ છે. પ્રોફેસર હરિ કટારિયાના ગાઈડન્સમાં તે રિસર્ચ પણ કરતી હતી. દેવેશ સુથાર હાલમાં બાયોકેમેસ્ટ્રી ફેકલ્ટીમાં આસી. પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.

‘ઓપરેશન સિંદુર’ નામ કેમ ?
આતંકીઓએ પહેલગામમાં હુમલો કર્યો હતો. આતંકીઓએ મહિલાઓના સુહાગ ઉજાડ્યા હતા. પત્નીઓની સામે જ પતિઓને ગોળી મારી હતી. નાગરિકોને ધર્મ પુછીને ગોળી મારવામાં આવી હતી. નવપરિણીત યુગલોને આતંકીઓએ નિશાન બનાવ્યા હતા. હિન્દુ ધર્મમાં સિંદુર સુહાગની નિશાની છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, કલ્પના કરતા આકરી સજા મળશે. ઓપરેશન સિંદુરથી આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત થયા છે. મહિલાઓના સૌભાગ્ય ઉજાડવાની આતંકિસ્તાને કિંમત ચૂકવી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વેલેન્ટાઈન ડે : પ્રેમનો અર્થ ફક્ત રોમાંચ નહીં, પરંતુ ત્યાગ અને સમર્પણ

विश्व आत्महत्या निवारण दिवस पर, आइए हम अपने जीवन और दूसरों के जीवन को प्रेम, सेवा और मुस्कान से भर दें।- आसिषभाई व्यास

વલસાડ જિલ્લામાં કિશોર વયના વિદ્યાર્થીઓનાં આપઘાતનો સંકટ: જવાબદાર કોણ ?

પ્રફુલભાઈ શુક્લની કેનેડા કથાયાત્રા સંપન્ન: વિદેશી ધરતી પર સનાતન ધર્મના જયઘોષ સાથે સમગ્ર યાત્રા સમાપ્ત !

આજના યુવાનોમાં ઊંડાવી પડતી સામાજિક સમસ્યાઓ: આપઘાત જેવી ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં એક વિચારોનું વિશ્લેષણ

રેઇનબો વોરિયર્સ ધરમપુરના સ્થાપના દિવસે 55મો રક્તદાન કેમ્પ યોજાયો: 61 યુનિટ રક્તસંગ્રહ સાથે સમાજસેવાનો અનોખો ઉદ્દેશ સાકાર !

error: Content is protected !!