કપરાડા: સસરાની હત્યાનો આરોપ, જમાઈ સહિતના શખ્સો સામે પરિવારજનોની ફરિયાદ

On: December 27, 2024 10:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

(ફાઇલ ફોટો)

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઓઝરડા ગામે શુકકરભાઈ જાનીયાભાઈ ઓઝરીયાના મૃત્યુના બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. આ કેસમાં તેમના જમાઈ ગામજુભાઈ ધાકલભાઈ વસાવા સહિત અન્ય શખ્સો પર હત્યાના આક્ષેપ લગાવાયા છે. શુકકરભાઈના પરિવારજનો દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ વડા સમક્ષ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં આ ઘટનાને પૂર્વયોજિત હત્યાનો બનાવ ગણાવવામાં આવ્યો છે.

9 નવેમ્બર, 2024ના રોજ સાંજે સાડા છથી સવા છ વાગ્યાની આસપાસ શુકકરભાઈ તેમના ખેતરમાં દુધીના પાકની દેખરેખ માટે ગયા હતા. તે રાત્રે તેઓ ઘરે પરત ન આવતા પરિવારજનોે માની લીધું કે તેઓ મંડવા ગામમાં રહેતી તેમની પુત્રી મીનાના ઘરે ગયા હશે. જોકે, 10 નવેમ્બરની વહેલી સવારે ગામના બે લોકોને શુકકરભાઈનો મૃતદેહ રસ્તાના પડેલો જોવા મળ્યો.

મૃતદેહ પર ઇજાના નિશાન મૃતદેહની પરિસ્થિતિમાં અનેક શંકાઓ ઊભી થઈ હતી. ખાસ કરીને શુકકરભાઈના ગુપ્ત અંગોમાં ઇજાના ગંભીર નિશાન જણાયા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, અને મૃતદેહને નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો.

કેસમાં મુખ્ય આરોપી અને પરિવારજનોના આક્ષેપ શુકકરભાઈના પરિવારજનોના દાવા મુજબ, ગામજુભાઈ ધાકલભાઈ વસાવા, જે શુકકરભાઈના જમાઈ છે, આ હત્યાના મુખ્ય સુત્રધાર છે. પરિવારજનોનો આક્ષેપ છે કે ગામજુએ શુકકરભાઈની બીજી પુત્રી મથીબેન સાથે અણછાજિત સંબંધો રાખતા શુકકરભાઈએ તેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, જે કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

પરિવારજનોની ફરિયાદમાં ગામજુ સાથે બારકભાઈ જાનીયાભાઈ ઓઝરીયા, જીતેશભાઈ બારકભાઈ ઓઝરીયા, પંકજભાઈ ભાયલુભાઈ ભુજાડા, વિજયભાઈ બારકભાઈ ઓઝરીયા, અને પંકજભાઈ બાબલેભાઈ વસાવાના નામ પણ ઉલ્લેખિત છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની પ્રાથમિક તપાસ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શુકકરભાઈના ગુપ્ત અંગોમાં ઇજાના નિશાન સ્પષ્ટ થયા છે, જે ઘટનાને શારીરિક હુમલાનો ઇશારો આપે છે. નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયાને 27 દિવસ વિતવા છતાં આરોપીઓની ધરપકડ ન થતા પરિવારજનો અને ગામજનોમાં નારાજગી છે.

પરિવારજનોની માંગ મૃતકના પુત્ર મહેશભાઈ શુકકરભાઈ ઓઝરીયાએ દાવો કર્યો છે કે તેમના પિતાને ધમકાવનાર આ શખ્સોએ દારૂના નશામાં ઘાતકી કાવતરું રચ્યું હતું. પરિવારજનોનું કહેવું છે કે આ કેસની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ

પરિવારજનો અને ગામજનો સાથે મળીને વલસાડ જિલ્લાના પોલીસ વડા સમક્ષ ન્યાયની અપેક્ષામાં ફરીયાદ કરી છે. તેઓએ તટસ્થ અધિકારીને તપાસ સોંપીને દોષિતોને ઝડપી પાડવા અને કડક સજા કરવા માટે માંગ કરી છે.
આ ઘટનાએ કપરાડા અને આસપાસના વિસ્તારમાં ન્યાય મેળવવા માટે એક મહત્વપૂર્ણ મુદ્દો ઊભો કર્યો છે. પરિવારજનો અને ગામજનો હવે પોલીસની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!