
ગુજરાત સરકાર ને ચેતવણી આપી આજ ની મીટિંગ માં પટેલ દિપેશ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ખાસ CRPF ના નિવૃત જવાનો ને CLMS દ્વારા મદિરા મળી રહે તેના માટે ખાસ જોર મૂકી કહેવામાં આવ્યું અને તમામ આશરે ૧૦૦ થી વધુ ગુજરાત ના પેરામિલેટ્રી નિવૃત્ત જવાનો અને શહીદ પરિવાર ના સદસ્યો દ્વારા માંગ કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે ગુજરાત માં દારૂબંધી છે તો શું આ નિયમ આર્મી , એરફોર્સ , નેવી અને પેરામિલેટ્રી ના BSF માટે નથી લાગૂ પડતો અને તેનાથી પણ વિશેષ ગુજરાત ના સામાન્ય લોકો ને સ્વાસ્થય ના નામે જો મદિરા મળતું હોય તો CRPF , CISF , SSB , ITBP પેરામિલેટ્રી ના નિવૃત્ત જવાનો માટે નિયમ કેમ અલગ તેમની સાથે આવો ભેદભાવ કેમ ??
અને અન્ય પેન્શન સામંધિત , ફોર્સ ના આઇકાર્ડ બનાવવા ના બાકી છે તેમના તેમજ પોતાના પત્ની ના નામ સુધારા જેવા અનેક પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી અને સાહેબ દ્વારા ગણા પ્રશ્નો નું સમાધાન પણ કરવામાં આવ્યું .

ખાસ પટેલ દિપેશ રાષ્ટ્રીય અધ્યક્ષ પેરામિલેટ્રી દ્વારા સરકાર ને દેશ માટે યોગદાન આપી રહેલા જવાનો સાથે જે અન્યાય કરી રહ્યા છે અને જે મદિરા માટે બેવડી નીતિ અપનાવી રહી છે એક તરફ દારૂ ની હેલ્થ અનુમતિ ના માધ્યમ થી ખુલ્લે આમ સામાન્ય નાગરિક તે ખરીદી તેનો ઉપયોગ કરે તો આ જવાનો માટે કેમ આવી નીતિ જો મદિરા સ્વાસ્થય માટે ખરેખર જરૂરી જ છે તો આ જવાનો પોતાની સેવા દરમ્યાન ઉપયોગ કરેલ છે જેથી સરકાર ને ચેતવણી પણ આપી કે જો CAPF ના ગુજરાત માં જવાનો માટે યોગ્ય નીતિ દ્વારા મદિરા આપવામાં નહીં આવે તો પોતાના હક માટે જાહેર માં રેલી ધરણા પ્રદર્શન કરી પેરામિલેટ્રી સંગઠન કાર્યક્રમ કરવા મજબૂર થશે .

દિપેશ પટેલ – રાષ્ટ્રીય અધ્યક્ષ
નિવૃત્ત અને શહીદ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ,
પેરામિલેટ્રી સંગઠન
Ad..













