
વિદેશમાં અભ્યાસ કરવા માટે સૌથી સારો દેશ કયો ? આ રહ્યા કેટલાક વિકલ્પ
પસંદગીમાં યુ.એસ.એ સૌથી મોખરે જર્મનીમાં સંખ્યા વિસેલ્વિસે વધી રહી છેઃ કેનેડા પણ સારો વિકલ્પ ભારતમાંથી વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીની સંખ્યા હવે દિવસે દિવસે વધતી જાય છે. ઘણા વિદ્યાર્થી વિદેશ ગયા બાદ ત્યાં જ વસી જવું એવું નક્કી કરીને જ અહિથી ઉડે છે. જો તમે પણ વિદેશ ભણવા જવાની
ઈચ્છા ધરાવો છો તો તમારે પોતાના માટે એવો દેશ પંસદ કરવો જોઈએ જ્યા ભણ્યા બાદ તમને નોકરી મેળવવામાં સરળતા રહે, જ્યાનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સારુ હોય અને જ્યા તમે એક સફળ કારકિર્દીનું નિર્માણ કરી શકો. માટે આ રહ્યા ૨૦૨૫માં વિદેશ ભણવા જવા માટે સૌથી સારા ૧૦ દેશ….

યુનાઈટેડ સ્ટેટ્સ :
વિદેશ ભણવા જવા માટે સુયોગ્ય વિકલ્પ તરીકે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આ વર્ષે પણ સૌથી મોખરે છે. આ દેશમાં તમને પોતાના
મનપસંદ કોર્ષ માટે યુનિવર્સિટીના સેંકડો વિકલ્પ મળી રહે છે. જે ઉપરાંત અમેરિકા તમને દુનિયાની કેટલીક સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીમાં ભણવાનો મોકો આપે છે. એકવાર ભણતર પતાવ્યા બાદ અમેરિકામાં તમારા માટે
નોકરીના પણ અઢળક વિકલ્પ ઉપલબ્ધ છે.
જર્મની:
ભારતથી ભણવા માટે જર્મની જતા વિદ્યાર્થીની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. કારણ કે આ દેશમાં ભણતરનું આગવું મહત્વ છે. અહી
મોટાભાગની યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને પણ કિફાયતી અથવા તો મફત ભણતર આપે છે. સાથે જ જર્મનીની ઘણી યુનિવર્સિટી વૈશ્વિક સ્તર ટેનમા સામેલ છે. આ ઉપરાંત જર્મની વિશ્વની ત્રીજા ક્રમનું સૌથી
મોટું અર્થતંત્ર છે, માટે અહી ભણી લીધા બાદ નોકરી અને વસવાટ માટેના
પણ ઘણા સ્કોપ છે.

ઓસ્ટ્રેલિયા :
ઓસ્ટ્રેલિયા તેના ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ, સાંસ્કૃતિક વૈવિધ્ય અને
દરેક માટે અનુકૂળ વિઝા નીતિઓ માટે જાણીતું છે. આ દેશમાં ઉત્તમ
શૈક્ષણિક કાર્યક્રમો આપવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓ અહી આવવાનું
ખૂબ પસંદ કરે છે. તેમજ અભ્યાસ પછીના કામ મેળવવાની પુષ્કળ તકોને
કારણે ઓસ્ટ્રેલિયા ઘણા વિદ્યાર્થીઓને આકર્ષે છે.
કેનેડા :
ભારતમાંથી સૌથી વધુ વિદ્યાર્થી કેનેડા જવાનું પસંદ કરે છે. કેનેડામાં
વસવાલાયક વિસ્તારની ભલે કમી હોય પંરતુ અહી તમને ભણવા માટે
યુનિવર્સિટી અને કોર્સના પુષ્કળ વિકલ્પ મળી રહેશે. કેનેડાની વસ્તી પણ
ઘણી ઓછી છે અને અહી ભારતીયોની સંખ્યા પણ નોંધપાત્ર છે. ઉપરાંત
પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પણ કેનેડામાં ઘણી તકો રહેલી હોવાથી
ભણવા જવા માટે કેનેડા એક ખૂબ સારો વિકલ્પ છે.

યુનાઈટેડ કિંગડમ :
હાર્વર્ડ, કેમ્બ્રિજ, ઓકસફોર્ડ, ઈમ્પેરિયલ કોલેજ ઓફ લંડન વગેરે
યુનિવર્સિટી જેમાં એક સમયે દુનિયાભરના પ્રખ્યાત નેતા, વૈજ્ઞાનિકો,
ગણિતશાસ્ત્રી, ઉદ્યોગપતિ ભણીને નીકળ્યા હોય તેમાં તમને પણ
ભણવાનો મોકો મળે તો ? યુનાઈટેડ કિંગડમ તમને આ મોકો પૂરો પાડે
છે. યુકેના વિઝા મેળવવા તો સરળ છે, પણ સાથે હવે તો ત્યાંની કોલેજમાં
એડમિશન મેળવવું પણ ખૂબ સરળ અને ઝડપી થયું છે. અહીંની ઘણી
યુનિવર્સિટી ભારત સહિતના વિદેશી વિદ્યાર્થીઓને સો ટકા સુધીની
સ્કોલરશીપ પણ પૂરી પાડે છે. ઉપરાંત યુકેમાં નોકરી તેમજ વસવાટ
માટેના પણ ઘણા વિકલ્પ મળી રહે છે.
સ્પેન અને નેધરલેન્ડ :
અંગ્રેજી ભાષા ઉપરાંત સ્પેનિશ અને ડચ ભાષા શીખવાની તૈયારી હોય
તેમના માટે આ બંને દેશ ભણવા જવા માટેનો ખૂબ સારો વિકલ્પ છે.
યુરોપના આ બંને દેશ ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપે છે અને અહીંની
મોટાભાગની યુનિવર્સિટીમાં અંગ્રેજી ભાષામાં ભણવાના વિકલ્પ પણ
મળી રહે છે. અહીંનું ભણતર ખૂબ ઉચ્ચ ગુણવત્તાવાળું હોય છે અને સાથે
ભણવા તેમજ વિદ્યાર્થી તરીકે વસવાટ માટે પણ સ્પેન અને નેધરલેન્ડ બંને
સારા વિકલ્પ છે. પરંતુ જો તમારે સ્પેન અથવા નેધરલેન્ડમાં ભણવાનું
પતાવ્યા પછી નોકરી મેળવવી હોય તો ત્યાંની સ્થાનિક ભાષા શીખવી
પડશે.
સિંગાપોરઃ
સમગ્ર એશિયામાં સિંગાપોર એ આંતરરાષ્ટ્રીય શિક્ષણનું કેન્દ્ર છે. આ દેશ
તમને વૈશ્વિક સ્તરની યુનિવર્સિટીમાં ભણવાનો મોકો તેમજ વિદ્યાર્થીઓ
માટે સલામત વાતાવરણ પ્રદાન કરે છે. એશિયામાં તેનું વ્યૂહાત્મક સ્થાન
પણ આ દેશને ભણતર માટે લોકપ્રિય પસંદગી બનાવે છે. સિંગાપોર
ભારતથી નજીક હોવાની સાથે ભારતીયનો અહી સરળતાથી પ્રવેશ મળી
જાય છે. અહી વિદ્યાર્થી તરીકે ભણવા સાથે કામ કરવા માટેના અતિ કડક
કાયદા નથી અને સાથે આ દેશમાં રહેવા-જમવાના વિકલ્પ પણ સસ્તા
દામે મળી રહે છે. સાથે સિંગાપોરનું વિકાસશીલ અર્થતંત્ર અહી પોતાનો
ઉદ્યોગ વિકસાવવા માટેના પણ ઘણા વિકલ્પ પૂરા પાડે છે.
ફ્રાન્સ અને ઈટલી :
ફ્રાન્સમાં ભણવા જવા ઈચ્છતા વિદ્યાર્થી માટે આ દેશ સમૃદ્ધ સાંસ્કૃતિક
અનુભવ અને ઉત્તમ શિક્ષણનું મિશ્રણ સાબિત થાય છે. દુનિયાભરમાં
ટોચની યુનિવર્સિટીમાં ફ્રાન્સની પણ ઘણી યુનિવર્સિટી ક્રમાંકિત થયેલી છે.
સાથે જ આ દેશમાં સ્કોલ૨શીપ માટેના પણ પુષ્કળ વિકલ્પ ઉપલબ્ધ છે, જે
ફ્રાન્સને ભણવા માટેનો કિફાયતી વિકલ્પ બનાવે છે. આમ તો ઈટલી અને
ફ્રાન્સ બંને પાડોશી દેશ હોવાથી તમને અહીંની શિક્ષણ પ્રણાલીમાં ઘણી
સામ્યતા જોવા મળશે, પંરતુ ઈટલી તેના શૈક્ષણિક વૈવિધ્ય માટે પણ ખૂબ
પ્રખ્યાત છે. અહીંની ઐતિહાસિક યુનિવર્સિટીમાં નવીનતા સંશોધન અને
નવીનતા પર ખૂબ ભાર મૂકવામાં આવે છે જે અહી ભણવાના અનુભવને
અનોખો બનાવે છે. ઈટલીમાં તમને ઘણી યુનિવર્સિટી સ્કોલરશિપના
પણ વિકલ્પ આપે છે. જે ઉપરાંત ઈટલી અને ફ્રાન્સ બંને દેશમાં ટુરિઝમ,
પબ્લિક સર્વિસ, ટ્રાન્સપોર્ટ વગેરે ક્ષેત્રોમાં પુષ્કળ તક રહેલી છે, જેથી તમારે
અહી નોકરી શોધવામાં વધુ મેહનત કરવી નહિ પડે.






