મહેસાણાના કડીના MLA કરશનભાઈ સોલંકીનું નિધન, વતન નગરાસણમાં અંતિમ સંસ્કાર કરાશે!

On: February 3, 2025 10:23 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કરશનભાઈ સોલંકી સરળ સ્વભાવના
લોકપ્રિય નેતા હતા. સાદગી માટે જાણીતા
કરશનભાઈને લોકો કાકાના હુલામણા
નામથી ઓળખતા હતા.

ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા માટે સરકારી બસનો ઉપયોગ કરતા હતા. તેમણે ક્યારેય સરકારી ગાડીનો ઉપયોગ કર્યો નહોતો

મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે.કરશનભાઈ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિવાસ સ્થાને 10.30 કલાક સુધી અંતિમ દર્શન કરી શકાશે. 11 કલાકે તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળશે. વતન નગરાસણમાં અંતિમ સંસ્કાર કરાશે.

કરશનભાઈ સોલંકી સરળ સ્વભાવના
લોકપ્રિય નેતા હતા. સાદગી માટે જાણીતા
કરશનભાઈને લોકો કાકાના હુલામણા નામથી ઓળખતા હતા. સરળ સ્વભાવના લીધે તેમના મત વિસ્તારના લોકો ખૂબ જ સરળતાથી પોતાની સમસ્યા માટે ધારાસભ્યને મળી શકતા હતા, ત્યારે કરશનભાઈની વિદાયથી કડીમાં શોકનો માહોલ છવાયો છે.
તેઓ ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા
જવા માટે સરકારી બસનો ઉપયોગ કરતા
હતા. તેમણે ક્યારેય સરકારી ગાડીનો ઉપયોગ કર્યો નહોતો. સાદગીભર્યા જીવન અને સરળ સ્વભાવને લીધે તેમણે લોકચાહના મેળવી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!