જય અંબે જી.આઇ.ડી.સી. વાપી સંચાલિત કન્યા વિદ્યાલયમાં યોગ શિબિરનું આયોજન !

On: February 10, 2025 10:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જય અંબે જી.આઇ.ડી.સી. વાપી સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક કન્યા વિદ્યાલય (આર્ટસ અને સાયન્સ), બાલચોંડી માં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાળાના વિધાર્થીનીઓ માટે આયોજિત આ કાર્યક્રમમાં વાપીના હરીશ પટેલ (હરીશ આર્ટ) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ માટે યોજાયેલી આ શિબિરમાં યોગના વિવિધ આસનો, શ્વાસ ઉપચાર અને ધ્યાનની પ્રેક્ટિસ કરાવવામાં આવી. હરીશ પટેલે યોગાના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે માહિતી આપતાં કહ્યું કે યોગ પ્રાચીન ભારતીય પરંપરાનું અમૂલ્ય વરદાન છે, જે માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તી માટે અત્યંત ઉપયોગી છે.

શાળાના શિક્ષકો, વિદ્યાર્થીનીઓ કાર્યક્રમમાં જોડાયા હતા. શાળાના સંચાલક મંડળે હરીશ પટેલના યોગ પ્રચાર માટે આભાર વ્યક્ત કર્યો અને વિધાર્થીઓને યોગને રોજિંદી જિંદગીમાં અપનાવવા પ્રોત્સાહિત કર્યા.

આ કાર્યક્રમ દ્વારા છાત્રાઓએ યોગ અંગે માહિતીઓ મેળવવાની સાથે, તેના વ્યવહારૂ લાભોનું પ્રયોગાત્મક જ્ઞાન મેળવ્યું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!