કપરાડાની આદિવાસી દીકરીઓ રાજ્ય અને વલસાડ જિલ્લા માટે ગૌરવ મેળવ્યું

On: February 10, 2025 10:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પી.એન.સી. પબ્લિક સ્કૂલ અને પાનસ ડિફેન્સ એકેડેમીનો ગૌરવ: સ્વરા અને જિયાની પ્રભાવશાળી સફળતા

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા આયોજિત સીધી રાજ્ય કક્ષાની અંડર-૧૧ એથલેટિક્સ મીટ સીઝન 3.0 માં કપરાડા ની પાનસ ડિફેન્સ એકેડેમી અને પી.એન.સી. પબ્લિક સ્કૂલના વિધાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. વડોદરામાં 10 ફેબ્રુઆરી, 2025 ના રોજ યોજાયેલ અંડર-9 (60M દૌડ) સ્પર્ધામાં કાકડકોપર ગામના માજી સૈનિક સુરેશભાઈ ચૌધરીની દીકરી કુ. સ્વરા ચૌધરીએ રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી કપરાડા અને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું.

તેમજ કુ. જિયા ગુલાબભાઈ ચૌધરીએ ખેલ મહાકુંભ U-14 (100M) દૌડમાં દ્વિતીય ક્રમાંક મેળવી આદરશ પ્રદાન કર્યો. આ સફળતાએ માત્ર તેમના પરિવાર અને શાળાનું ગૌરવ જ વધાર્યું નથી, પરંતુ સમગ્ર જિલ્લાને પણ ગર્વ અપાવ્યું છે.

આ પ્રસંગે પી.એન.સી. પબ્લિક સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી હનુમાન મુંઢે, સંજય ચૌધરી, પાનસ ડિફેન્સ એકેડેમીના ફિઝિકલ ઇન્સ્પેક્ટર સુરેશભાઈ ચૌધરી, રામુભાઈ ભડાગી, શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકવર્ગે વિજેતાઓને ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવી. હનુમાન મુંઢેએ વિદ્યાર્થીઓને જીવનમાં સંઘર્ષની મહત્તા અને સફળતાના શિખર સુધી પહોંચવા માટે પરિશ્રમ અને સમર્પણની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!