સુખાલા ગામે અર્જુન સરનાયકકુળ પરિવારનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું !

On: February 23, 2025 7:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા તાલુકાના સુખાલા ગામે જયસુખભાઈ ડી. પટેલ (નિવૃત્ત અધિક કલેકટર) ના સમસ્ત અર્જુન સરનાયકકુળ કુળ સંમેલન પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યુ.જે.ડી. પટેલે જણાવ્યું કે કુળ સંમેલન ભેગા મળવાનો હેતુ કુળના પરિવારજનો માટે શિક્ષણ અને આર્થિક સહાયતા ઉપલબ્ધ કરાવવાનો છે. સાથે જ, વારસાઈ જમીન અંગે વિચારણા કરીને સરકારના લાભો મેળવી શકાય. પરિવાર માટે એકતા અને વિકાસના માર્ગો ખોલવા સંમેલનનું મહત્વ છે.ચંપકભાઈ પટેલે જણાવ્યું કે સમસ્ત અર્જુન સરનાયકકુળ પરિવાર નું સ્નેહ સંમેલનમાં સમાજ, શિક્ષણ અને ધર્મની સમજ આપી. તેમણે આદિવાસીઓના અસ્તિત્વ, પ્રકૃતિપૂજક સંસ્કૃતિ અને યુનોમાં તેની નોંધ વિશે ચર્ચા કરી. બિરસા મુંડાને આદિવાસીઓના હક્કોના રક્ષક તરીકે યાદ કરી, તેમણે સંઘઠન અને જાગૃતિની અપીલ કરી.સમગ્ર ધોડિયા સમાજનું સંમેલન યોજવામાં માટેની જાહેરાત કરવામાં આવી.અર્જુન સરનાયકકુળ પરિવારના ડો. ચંદ્રકાન્ત પટેલે જણાવ્યું કે માતા-પિતા નિરાશાવાદી વિચારો ન કરે, કારણ કે તે બાળકો પર પ્રભાવ પાડે છે. હંમેશા સારા વિચારો આપવાનું મહત્વપૂર્ણ છે. સમાજના વિકાસ માટે વિચારોનું આપલે જરૂરી છે. કુળ સંમેલન યોજી, પરંપરા અને ઓળખ જાળવી રાખવી જોઈએ.અર્જુન સરનાયકકુળ પરિવારના ચીખલી, પારડી, કપરાડા અને ધરમપુર અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!