
ઇક્કો ગાડીના ચાલક સોંદરભાઇ લક્ષ્મણભાઇ બાર્યા (ઉંમર 25, નિવાસ – વડોલી, મોરવહાડ ફળીયા, કપરાડા)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 25 ફેબ્રુઆરી 2025ના રોજ એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી.
પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ષ્મણભાઇ સીતારામભાઇ બાર્યા (ઉંમર 52, વ્યવસાય – ખેતી, નિવાસ – વડોલી, મોરવહાડ ફળીયા, કપરાડા) 25 ફેબ્રુઆરી, 2025ના રોજ મધરાતના સુમારે 00:00થી 00:30 દરમિયાન પોતાના ઘરેથી નીકળ્યા હતા. એ જ દિવસે વહેલી સવારે 06:10 કલાકે દાબખલ ત્રણ રસ્તા (સુથારપાડા) થી કપરાડા તરફ જતા નેશનલ હાઈવે નંબર 848 પર એક ગંભીર અકસ્માત સર્જાયો.
આ અકસ્માતમાં MH-18-BG-3201 નંબરની આઇશર ટેમ્પો, GJ-15-CP-2357 નંબરની ઇક્કો ગાડી સાથે ટેમ્પોની જોરદાર ટક્કર થઈ.
આ અકસ્માતમાં ઇક્કો ગાડીમાં બેસેલા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી. ઘાયલોના નામ નીચે મુજબ છે:
1. અનિલભાઇ સીતારામભાઇ જાદવ (ઉંમર 28, નિવાસ – ચાંવશાળા શેરી ફળીયા, કપરાડા) 2. ઉમેશભાઇ ચંદરભાઇ સવરા (ઉંમર 30, નિવાસ – ચાંવશાળા વડપાડા ફળીયા, કપરાડા)
3. સુનિલભાઇ નામુભાઇ કામડી (ઉંમર 23, નિવાસ – પીપલસેત કરંજવેરી ફળીયા, કપરાડા) જ્યારે ઇક્કો ગાડીના ચાલક સોંદરભાઇ લક્ષ્મણભાઇ બાર્યા (ઉંમર 25, નિવાસ – વડોલી, મોરવહાડ ફળીયા, કપરાડા)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
આટલી ગંભીર દુર્ઘટના સર્જાવાની સાથે, આઇશર ટેમ્પોના ચાલકે પોતાનો ટેમ્પો ઘટનાસ્થળે મુકી નાસી જવાની કોશિશ કરી.
આ દુર્ઘટનાની જાણ થતાં જ કપરાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી તપાસ હાથ ધરી. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.






