
વધુ પડતી વ્યસ્ત જીવનશૈલીના કારણે માનસિક તાણથી આજે મોટાભાગની વ્યક્તિઓ પીડાઇ રહી છે. તેને ગંભીરતાથી લઇને દૂર કરવાના પ્રયાસ ન કરવામાં આવે તો ભોગ બનેલી વ્યક્તિ ડિપ્રેશનમાં સરી જવાની પૂરી શક્યતા રહે છે. તેથી તેનાથી રાહત પામવા માટે સામાન્ય ઉપાયો અજમાવવા જોઇએ.

ઊંડા શ્વાસ લેવા
ધીમે ધીમે ઘેરા ઊંડા શ્વાસ લેવાથી બ્લડપ્રેશર અને હૃદયની ગતિને ધીમી કરવામાં મદદ કરે છે. પ્રાણાયમ શ્વાસનો પણ પ્રયાસ કરવાથી રાહત થાય છે.
સંગીત સાંભળવું
પસંદગીના ગીતો ધીરેથી અથવા તો મોટે-મોટેથી સાંભળવાથી અશાંત મન શાંત થાય છે. તેમજ ખરાબ મૂડને સારો કરવામાં મદદ કરે છે. સૂતા પહેલા શાસ્ત્રીય સંગીત સાંભળળાથી વધુ રાહત થાય છે.
ટહેલવું
સ્ટ્રેસ અસહનીય જણાતો હોય તો ઘરની આસપાસ અથવા તો બગીચામાં થોડીવાર ટહેલવાથી શારીરિક ગતિવિધી વધતાં મન શાંત થાય છે.
સૂર્યપ્રકાશનો આનંદ
સવારના હુંફાળા તડકામાં બેસવાથી મન પ્રસન્ન થાય છે. ઉજ્જવળ પ્રતાશ તાણથી પીડીત વ્યક્તિઓ માટે પ્રભાવી ઉપચાર સાબિત થાય છે.
હાથનું માલિશ કરવું
માલિશ કરવાથી તાણમાં રાહત થાય છે. હાથનું માલિશ પણ આરામ આપે છે. તેમજ તેજથી ધડકતા દિલને શાંત કરે છે. સામાન્ય રીતે તાણ વધે ત્યારે હાથ પર વધુ તનાવ આવતો હોય છે. ખભા, ગરદન અને માથાના તનાવને દૂર કરવા મમાટે અંગૂઠાની નીટેની માસપેંશિઓના આધારને મસળવાથી રાહત થાય છે.
ઊંધી ગણતરી કરવી
જ્યારે વધુ પડતી ચિંતા થતી હોય ત્યાંરે શાંત થવા માટે ધીરે-ધીરે ૧૦સુધી ગણવાના પ્રયાસ કરવા અને પછી તેને ઊંધા ગણવાનું શરૂ કરવું. જો ૭ ના આંકડા પહેલા ક્યો આંકડો આવે તે યાદ કરવામાં તકલીફ થતી હોય તો તાણનો પ્રભાવ વધુ હોય એમ સમજવું.
સ્ટ્રેચિંગ કરવું
થોડી વાર સુધી સ્ટ્રેચિંગ કરવાથી માંસપેશિયોનો તનાવ દૂર થાય છે જેથી સરળતાથી કામ કરી શકાય છે.ઓફિસમાં પણ કામ કરતી વખતે ખુરશી પર બેસીને શોલ્ડર રોલ આઉટ અથવા ચેસ્ટ-ઓપનિંગ કરવાના પ્રયાસ કરવા.
થોડી વાર માટે આંખ બંધ રાખવી
ઓફિસમાં અથવા તો ઘરમાં કામમાં વ્યસ્તતાથી આરામ પામવા માટે આંખ બંધ રાખીને બેસાથી શાંતિ અને ધ્યાન પરત આવે છે.
સ્ટ્રેસ બોલને દબાવવું
ઘણી વખત કોઇની સાથે બોલાચાલી કે વાદ-વિવાદ થયો હોય ત્યારે એ વ્યક્તિનું ગળું દબાવી દેવા જેવો ક્રોધ આવતો હોય છે. આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સ્ટ્રેસ બોલને હાથેથી દબાવવો. તાણ દૂર કરવા માટેનો આ એક સરળ ઉપાય છે.
એકાંત
પાંચ મિનીટ પમએકલા રહેવાથી મન અને મગજ બન્ને શાંત થાય છે. મગજમાંથી નકારાત્મક વિચારો દૂર થાય છે.
ચોકલેટ ખાવી
મગજ અશાંત હોય તેમજ શારીરિક અને માનસિક થાક વધુ લાગ્યો હોય તો ચોકલેટ ખાવાથી તન-મનમાં સ્ફૂર્તિનો અહેસાસ થાય છે. ચોકલેટ ન હોય તો મીઠી-ગળી-સ્વીટ ચીજ ખાવાથી પણ તન-મન આનંદનો અનુભવ કરે છે. ખાસ કરીને ડાર્ક ચોકલેટ પસંદ કરવી જોઇએ તે તનાવના હોર્મોન કોર્ટિસોલના સ્તરને નિયંત્રિત કરે છે અને ચયાપચનની ક્રિયાને સ્થિર કરે છે.
પોતાની લાગણીઓને લખવી
લાગણીઓને કાગળ પર ટપકાવવાથી અજ્ઞાાત ભય દૂર થાય છે અને મન શાંત થાય છે.
ધ્યાન ધરવું
પાચ મિનીટ પણ ધ્યાન ધરવાથી શાંતિ મળે છે. પ્રતિદિન મૌન ધ્યાન બે સમય કરવાથી તાણ દૂર થાય છે અને મન-મગજ શાંત થાય છે.
ગ્રીન ટી પીવી
ગ્રીન ટી એ એસ-થીનાઇનનું સ્ત્રોત છે. જે એક એવુ ંરસાયણ છે જે ગુસ્સો દૂર કરવામાં મદદ કરે છે. પાણીને ઉકાળી, ગાળી અને શાંતિથી બેસીને એક-એક ઘૂંટ પીવો.
ખડખડાટ હસવું
હાસ્ય તણાવ દૂર કરવાનો સરળ અને મફત ઉપાય છે. એક શાંત જગ્યાએ બેસીને ખુલ્લા દિલે ખડખડાટ હસવાથી મગજ શાંત થાય છે.
કાંડા પર ઠંડુ પાણી રેડવુસ્તાણના કારણે મની અસ્થિરતા દૂર કરવા માટે બાથરૂમમાં જઇને કાંડા અને કાનના પાછળના ભાગ પર ઠંડુ પાણી રેડવું. આ બન્નેની ત્વચાની નીચે મુખ્ય ધમનીઓ હોય છે, જેથી શરીરના આ હિસ્સાને ઠંડુ કરવાથી શરીરને શાંત કરવામાં મદદ મળે છે.
મધ
એક ચમચી મધ પીવાથી તાણથી શાંતિ મળે છે. મધ એક કુદરતી મોઇશ્ચરાઇઝર અને એન્ટીબાયોટિક છે. મધમાં મગજના સોજાને ઓછો કરે છે.
મિત્ર સાથે વાત કરવી
ખાસમ મિત્ર સાથે વાત કરવાથી અશાંત મન હળવુ ંથાય છે અને મનનો બોજો દૂર થાય છે. ખાસ મિત્ર તમારી ભાવનાઓને સમજતો હોવાથી તે ડિપ્રેશનમાંથી બહાર કાઢી શકે છે.
– મીનાક્ષી તિવારી
AD..










