
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આમધા ઝરી ફળિયામાં રહેતા એકલવૈયા કાંતાબેન વાધમાર્યા અત્યંત દયનિય પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. પરિવાર કોઈ નથી અને સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી.

સોશિયલ મીડિયામાં “રિલીફ ફાઉન્ડેશન” દ્વારા કાંતાબેનની પરિસ્થિતિ અંગે મેસેજ વાયરલ થતાં વાપીના હરીશભાઈ પટેલ (હરીશ આર્ટ), જનાર્દન સાંબળે તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા. તેઓએ કાંતાબેન માટે જરૂરી ઘરવખરી અને જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવાનું નક્કી કર્યું. હરીશભાઈએ તેમની ટીમ સાથે મળીને પૂરતું રાશન તેમજ અન્ય આવશ્યક વસ્તુઓ કાંતાબેન સુધી પહોંચાડી હતી.

આ સહાયથી કાંતાબેનને થોડી મુશ્કેલી માંથી મુક્તિ મળી છે, અને તેઓએ હરીશભાઈ તથા તેમની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ ઘટના ગામમાં અને આસપાસના વિસ્તારોમાં સારો સંદેશ ફેલાવવાનો કારણ બની છે. ગ્રામજનો અને સ્થાનિક લોકો હરીશભાઈના પરોપકારી કાર્યથી પ્રભાવિત થયા છે. અને તેઓએ પણ જરૂરિયાતમંદોની સહાય માટે આગળ આવવું જોઈએ તેવા સંકલ્પો લીધા છે.

આ પ્રકારના માનવતા ભર્યા પ્રયત્નો સમાજમાં ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ સ્થાપે છે. હરીશ આર્ટ વાપીનો આ સહાનુભૂતિભર્યો પ્રયાસ અન્ય માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.
Ad.











