અખિલ બ્રહ્માંડ ની અધિષ્ઠાત્રી જગત નિયંતા જગદંબા છે.” -પ્રફુલભાઇ શુક્લ

On: April 2, 2025 11:04 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નવસારી જિલ્લા ના ખેરગામ ગામે પ્રસિદ્ધ ભવાની મઁદિરે કથાકાર પ્રફુલભાઇ શુકલ દ્વારા ચેત્રી નવરાત્રી અનુષ્ઠાન ચાલી રહ્યું છે.એમાં આજે છઠ્ઠા નોરતે માઁ કાત્યાયની માતા નો યજ્ઞ વાપી ના સઁજયભાઈ રણજીતભાઈ દેસાઈ ના હસ્તે સંપન્ન થયો હતો.સહ યજમાન ભરતભાઈ જીવણભાઈ પટેલ મુનસાડ સહભાગી બન્યા હતા.પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે સ્વ: ભગુભાઈ રઘુનાથ સોની ને માતાજી સ્વપ્ન માં આવ્યા અને ભવાની માતા કુવામાંથી પ્રગટ થયાં હતા.શ્રી ભગુકાકા એ મંદિર બંધાવીને ગામને અર્પણ કર્યું હતું એ પાવન સ્થાન પર 70વર્ષ થી માતાજી ના નોરતા ઉજવાઈ છે.”અખિલ બ્રહ્માંડ ની અધિષ્ઠાત્રી , જગત નિયંતા જગદંબા છે, એ માતા કાત્યાયની ને પ્રાર્થના છે કે હે, માં આજગત માં ભાન ભૂલેલા ને તું સદબુદદ્ધિ આપ, સત્સંગ સત્કાર્ય ની પ્રેરણા આપ.નવરાત્રી અનુષ્ઠાનમાં પૂજારી યુવરાજગીરી, માક્ષીત રાજ્યગુરુ, બિપીનભાઈ પટેલ, અને પ્રતીક પટેલે, વ્યવસ્થા અને સેવા કરી હતી.સોમવારે દશેરા ના દિવસે માતાજી ના જવારા નું ઔરંગા નદીમાં ભૈરવી ઓવારે વિસર્જન કરવામાં આવશે.અમિત મિશ્રા વલસાડ, વનરાજભાઈ નાયક આહવા, ઓમજી પલીવાલ જોધપુર, નમ્રતાબેન ઘેરવાર પોરબન્દર, ગોવિંદજી પટેલ પીઠા, ભાવિકો એ ચંડીયજ્ઞ માં આહુતિ આપી હતી.પ્રફુલભાઇ શુક્લ દ્વારા દરરોજ 108 દીવડા ની મહા આરતી ઉતારવામાં આવી હતી.જય ભવાની, જય અંબે ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે શ્રી ભગુભાઈ રઘુનાથ સોનીને માતાજીના સ્વપ્નદર્શન અને મંદિર સ્થાપનાની પાવન ઘટના પણ યાદ કરવામાં આવી. 70 વર્ષથી આ મંદિર ખાતે નવરાત્રિની ઉજવણી થઈ રહી છે, અને દરરોજ 108 દીવડાની મહા આરતી કરવામાં આવે છે. દશેરાના દિવસે માતાજીના જવારા ઔરંગા નદીમાં વિસર્જિત કરવામાં આવશે.

આ અનુષ્ઠાનમાં અનેક ભક્તોએ યજ્ઞમાં ભાગ લીધો, અને સમગ્ર કાર્યક્રમમાં ભક્તિમય માહોલ સર્જાયો. “જય ભવાની, જય અંબે” ના ગુંજારા સાથે આ પવિત્ર તહેવારની ઉજવણી ઉલ્લાસભેર થઈ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!