સ્પર્શ ટ્રસ્ટ મુંબઈ દ્વારા કપરાડા તાલુકાના આમધા ગામમાં વિધવા વૃદ્ધ મહિલાને સોલાર લાઇટની આપવામાં આવી !

On: April 3, 2025 12:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સ્પર્શ ટ્રસ્ટ મુંબઈ દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આમધા ગામમાં વસવાટ કરતી એક વિધવા વૃદ્ધ મહિલાને મદદરૂપ થવામાં આવી. આ મહિલાની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે વર્ષોથી તે અંધકારમાં જીવન ગુજારતી હતી.

આ અવસ્થાને ધ્યાનમાં રાખીને, નીતિનભાઈ પટેલની સહાયથી સ્પર્શ ટ્રસ્ટે તેના માટે સોલાર લાઇટની વ્યવસ્થા કરી. આ સોલાર લાઇટથી હવે તે રાત્રે પણ આરામથી રોજિંદા કામ કરી શકે છે અને ઉજાસમાં જીવન જીવી શકે છે.

સામાજિક જવાબદારી અને માનવતા ધરાવતા આવા કાર્યોથી અનેક જરૂરિયાતમંદ લોકોને જીવનમાં નવું પ્રકાશ અને આશા મળી શકે છે. સ્પર્શ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ આ શ્રેષ્ઠ કાર્ય સન્માનનીય છે, અને ભવિષ્યમાં આવા વધુ સેવાકીય કાર્યો થવાથી અન્ય વંચિત લોકોને પણ ફાયદો મળી રહેશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!