“માંગવાનું વધ્યું ત્યારથી ભક્તિના તેજ ઘટ્યા છે” – કથાકાર પ્રફુલભાઈ શુક્લ

On: April 9, 2025 9:41 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ સરદાર હાઈટ્સ રામ કથા છઠ્ઠો દિવસ શાંતિમય અને પવિત્ર સરદાર હાઈટ્સની આસપાસ ગુંજી ઉઠેલી પવિત્ર સંસ્કૃતિની સુગંધ, સર્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચાલી રહેલી શ્રી રામકથાની વાતાવરણને આધ્યાત્મિક ઉજાસથી ઝળહળતી બનાવી રહી છે. કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લના શ્રીમુખેથી રામાયણના રસપાનથી શ્રોતાઓમાં ભાવનાત્મક અને આધ્યાત્મિક ઉન્નતિ જોવા મળી રહી છે.

આજે રામકથાના છઠ્ઠા દિવસે “કેવટ પ્રસંગ”ની ભાવવિભોર ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. પ્રસંગ દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તોએ હર્ષોલ્લાસપૂર્વક પોથી પૂજન તથા તુલસીપીઠનું પૂજન કર્યુ. આ સાથે, દશાંશ યજ્ઞ પણ પરંપરાગત રીતેછ પૂર્ણ થયો. યજ્ઞના સંસ્કારમય અવસર પર આચાર્ય દીપકભાઈ જોષી, રાજ્યગુરૂ માક્ષિતજી તથા વિદ્વાન કિશન દવે દ્વારા વેદમંત્રોચાર કરવામાં આવ્યા હતા. સંતવાણી સ્વરૂપ રામાયણની મંત્રસિદ્ધ ચોપાઈઓનું પારાયણ શ્રદ્ધાપૂર્વક અને નિયમસર કરવામાં આવ્યું.

કથાના કેન્દ્રમાં ‘કેવટ પ્રસંગ’ રહયો જેમાં શ્રી રામચંદ્રજી દ્વારા કેવટની નિષ્કામ ભક્તિની કસોટી લેવાઈ. આ પ્રસંગ દ્વારા કથાવાચક પ્રફુલભાઈએ જણાવ્યું કે, “નિષ્કામ ભક્તિએ જ ભગવાનને પણ સહજ બનાવી દે છે. ભગવાન રામ જેવા પુરુષોત્તમ પણ કેવટ જેવા સામાન્ય સમજાતા પરંતુ આધ્યાત્મિક રીતે ઊંચા વ્યક્તિ સમક્ષ ‘માગે છે’, કારણકે તેની ભક્તિ નિષ્કામ છે, નિર્વિકાર છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “આધુનિક યુગમાં માણસની અપેક્ષાઓ વધી ગઈ છે. માણસ ની લાગણીઓમાં ભક્તિ તો છે પણ તે સ્વાર્થથી ભરેલી છે. પહેલા ભગવાનને બધું અર્પણ કરવાની ભાવના હતી, આજે બધું ભગવાન પાસેથી મેળવવાની માંગ છે. એજ કારણ છે કે ભક્તિનું તેજ ઘટી રહ્યું છે.” તેમણે ઉમેર્યું કે, “માણસ શીખેલી વ્યક્તિ હોય એ તો એક વાત છે, પણ જો તે દીક્ષિત નહીં હોય તો એનું જ્ઞાન કોઈ કામનું રહેતું નથી. સાચું જીવન ત્યારે સાચું બને જ્યારે તેને સંતોનું માર્ગદર્શન મળે અને જીવનમાં નમ્રતા, ભક્તિ અને સમર્પણ જેવી તત્વોને સ્થાન મળે.”

કથાના શ્રોતાઓમાં સાધક પરિવાર વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યો, જેમનું સ્વાગત આયોજકો દ્વારા ખૂબ સન્માનપૂર્વક કરવામાં આવ્યું. આયોજક મંડળના જીતેનભાઈ સુરતી, જનેશભાઈ કાપડિયા, મુકેશભાઈ મિસ્ત્રી, નરેશભાઈ પ્રજાપતિ અને અન્ય સૌ સાધકોએ ભવ્ય આયોજન દ્વારા તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે સંભાળી હતી. તેઓએ આજના શુભ પ્રસંગે શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરેલી હતી જેથી બધા ભક્તજનોને સંતોષદાયી અનુભવ પ્રાપ્ત થાય.

આજની કથા બાદ શ્રોતાઓ રામ વનવાસના પ્રસંગથી પસાર થઈ ભાવસભરમાં વિલીન થઈ ગયા. રામાયણના દરેક પ્રસંગમાં જીવનના મૂલ્યો અને સંસ્કાર છલકાય છે. “કેવટ પ્રસંગ” એ માત્ર રામકથાનો એક ભાગ નથી, પરંતુ તે બતાવે છે કે ભક્તિની ઊંચાઈ કેટલી ઊંડાણભરી હોય શકે છે.

આવતી કાલે કથામાં ‘ભરત મિલાપ’નો વિભવશાળી પ્રસંગ વર્ણન કરવામાં આવશે. આ પ્રસંગમાં સિદ્ધ થયેલી “રામચરણ પાદુકા” જેને “ભરત પાદુકા” તરીકે ઓળખવામાં આવે છે, તે ફાલ્ગુનીબેન અને અંબરીશભાઈ મિસ્ત્રી તથા તેમનો પરિવાર ભક્તિપૂર્વક અર્પણ કરશે. આ માટે આયોજકો દ્વારા વિશિષ્ટ તૈયારીઓ ચાલી રહી છે.

દરરોજ સાંજે 4 થી 7 વાગ્યા દરમ્યાન યોજાતી આ શ્રી રામકથા નો લાભ અનેક ભાવિકો ઉઠાવી રહ્યા છે. રોજબરોજ ભક્તોની સંખ્યા વધી રહી છે અને દરેક દિવસ ભક્તિમય અને સંસ્કારમય બની રહ્યો છે. શ્રી રામકથાની ધારો હવે ઊંડાણમાં પ્રવેશી રહી છે અને ભક્તોને એક આધ્યાત્મિક યાત્રા પર લઈ જઈ રહી છે.

આવા પાવન પ્રસંગોમાં જોડાઈને લોકો માત્ર શ્રવણનો આનંદ નથી માણતા, પણ પોતાના જીવનમાં પણ બદલાવ લાવવાનો સંકલ્પ કરી રહ્યા છે. કથાના વક્તા પ્રફુલભાઈ શુક્લના પ્રેરણાદાયી વચનો શ્રોતાઓના હૃદયમાં ઉતરતા જાય છે અને જીવનના માર્ગે પ્રકાશ પાથરતા જાય છે.

શ્રી રામકથાના આ આધ્યાત્મિક પ્રસંગો માં સહભાગી થવા દરેક ભક્તોને આમંત્રણ છે. આવો, પધારો અને શ્રીરામના ચરણોમાં ભક્તિ રૂપે અર્પણ કરો.


व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!