ભાજપનો “લક્ષ્ય, પ્રણ અને પથ અંત્યોદય” સંમેલન કપરાડામાં ભવ્યતાથી સંપન્ન: વિકાસ અને સંગઠન મજબૂતિકરણની દિશામાં કાર્યકર્તાઓને માર્ગદર્શન !

On: April 10, 2025 11:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે વિશાળ સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. “લક્ષ્ય, પ્રણ અને પથ અંત્યોદય” સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમ હોટલ સિલ્વર લીફ વિલેજ, કાકડકોપરમાં યોજાયો હતો. આ અવસરે મોટી સંખ્યામાં હોદેદારો, કાર્યકરો અને સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સંમેલનનું મુખ્ય ઉદ્દેશ કાર્યકરોમાં રાજકીય જાગૃતિ લાવવા, વિકાસના કાર્યોની જાણકારી જનસામાન્ય સુધી પહોંચાડવી અને સંગઠનના ભવિષ્ય માટે મજબૂત આધાર ઉભો કરવાનો હતો. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સભાને સંબોધન કરતાં જણાવ્યું કે, ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં 30 હજાર કરોડ રૂપિયાના વિકાસકામો માટે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. તેમણે કાર્યકરોને વિનંતી કરી કે, તેઓ આ વિકાસકામોની હકીકત ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પહોંચાડે અને જનજાગૃતિ ફેલાવે.પ્રભારી વિવેકભાઈ પટેલે ભાજપના ઇતિહાસ પર પ્રકાશ પાડતાં શ્યામપ્રસાદ મુખર્જીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના નેતૃત્વના ઉદાહરણો આપ્યા. તેમણે યુવાનોને રાષ્ટ્રસેવામાં જોડાવાની પ્રેરણા આપી.શિલ્પેશભાઈ દેસાઈએ પાર્ટી હાઇકમાન્ડના આદેશ મુજબ ગામોમાં સફાઈ અભિયાન યોજી, મંદિર, દવાખાના અને જાહેર સ્થળોની સફાઈ કરાવી. તેમણે ગામના આગેવાનોને મળીને સંગઠન મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો.જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ ડૉ. બાબા સાહેબ આંબેડકરની 14 એપ્રિલની જન્મજયંતિ અંગે માહિતી આપી અને ભાજપે આદિવાસી, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના હિતમાં કરેલા કામોને રેખાંકિત કર્યા.કપરાડાના વિધાનસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે સંગઠનના મજબૂત ભવિષ્ય માટે દરેક સક્રિય સભ્યનું યોગદાન જરૂરી ગણાવ્યું.
આ કાર્યક્રમમાં સંગઠનને વધુ સક્રિય અને જનસંવાદયુક્ત બનાવવા માટે કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો. ભાજપ દ્વારા આવા કાર્યક્રમો દ્વારા પાર્ટી કાર્યકરો અને નાગરિકો વચ્ચે સંવાદ સ્થાપિત કરવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે.આ અવસરે કપરાડા, પારડી અને વાપી તાલુકાના પંચાયત પ્રમુખો સહિત વિપુલભાઈ ભોયા, રમેશભાઈ ગાંવિત, હીરાબેન માહલા, દક્ષેશભાઈ પટેલ, મનોજભાઈ પટેલ અને પુનિતભાઈ પટેલ VIA વાપી સતિષભાઈ પટેલ સહિત અનેક આગેવાનોએ હાજરી આપી.આવા કાર્યક્રમો દ્વારા ભાજપ પોતાના કાર્યકરો સાથે સંવાદ સ્થાપિત કરી નેત્રત્વ અને રાષ્ટ્રીય વિચારધારાને તળગાળાના લોકોને સમજાવવા સતત પ્રયત્નશીલ રહી છે. કપરાડામાં આયોજિત આ સંમેલન એ વિકાસ, સંગઠન અને રાષ્ટ્રીયતા ત્રણે પાસાઓને સાથે લાવતો એક જાગૃતિમય પગથિયું સાબિત થયું છે.Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!