કડવું પણ સત્ય : “ધર્મ અને શિક્ષણ: સંસ્કાર અને ભવિષ્યના વિકાસ માટેનો સંતુલિત માર્ગ”

On: April 10, 2025 9:51 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધર્મ અને જ્ઞાન: સમાજ માટે બંનેની જરૂર

સમાજના વિકાસ માટે ધર્મ અને જ્ઞાન બંને આવશ્યક છે. આજે ગામડાંમાં ધર્મ પ્રત્યે આસ્થા વધતી જોવા મળે છે. લોકો મંદિરો નિર્માણ કરે છે, ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લે છે અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે પ્રયાસ કરે છે. આ એક સારા સંસ્કારની નિશાની છે. પરંતુ સાથે જ, સમાજને શિક્ષણ અને જ્ઞાન તરફ પણ સમાન પ્રાથમિકતા આપવી જોઈએ.

ગામમાં ફળિયામાં 2-3 મંદિરો થઈ ગયા છે, જે ધર્મ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ આ સાથે એક સારી શાળા, પુસ્તકાલય અથવા શિક્ષણ સહાય કેન્દ્ર પણ હોય તો તે યુવાનો માટે એક ઉન્નત ભવિષ્યનું દ્વાર ખોલી શકે. જે રીતે મંદિરો સમાજના આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી છે, એ જ રીતે સારું શિક્ષણ અને જ્ઞાનનો વ્યાપ સમાજના બૌદ્ધિક વિકાસ માટે જરૂરી છે. જો સંપ્રદાયના વાડા દરેક વ્યક્તિ જોડાયેલા છે, તો સમજૂતી, જ્ઞાન અને શિક્ષણ દ્વારા પણ તે વ્યક્તિઓ એક સાથે જોડાઈ શકે.

યુવાનોની દિશાહીનતા: એક ગંભીર સમસ્યા

આજની પરિસ્થિતિમાં ઘણા યુવાનો દિશાવિહીન બની રહ્યા છે. તેઓ ભવિષ્ય અંગે અનિશ્ચિત છે, અને તેમના માટે સાચો માર્ગ કોણ છે, તે સમજી શકતા નથી. તેમના પોતાના ઘરમાં જ અલગ-અલગ દિશામાં જઈ રહ્યા છે. એક સમયે સંસ્કાર અને પરિવારપ્રેમ જ સમાજનો આધારસ્તંભ ગણાતા, પરંતુ આજે એવું લાગવા માંડે છે કે યુવાનો માટે મિત્રો અને વિદેશી સંસ્કૃતિ વધારે મહત્વની બની ગઈ છે.

આજે પરિવારોમાં સંસ્કારોની દિશામાં ભાંગફોડ થઈ રહી છે. યુવાધન માટે પરિવારનો સંસ્કાર પહેલા આવ્યો જોઈએ. મિત્રોની સંગત મહત્વની છે, પણ જો તે ખોટી દિશામાં લઈ જાય તો તે યુવાનોના જીવન માટે હાનિકારક સાબિત થઈ શકે. તેમના માટે સાચા માર્ગદર્શક કે માર્ગદર્શિકાની જરૂર છે. માતા-પિતા, શિક્ષકો, અને અનુભવી વ્યક્તિઓએ આગળ આવી, તેમને યોગ્ય માર્ગ બતાવવો જોઈએ.

સમગ્ર સમાજ માટે પ્રયત્નો જરૂરી

વિચારવું જોઈએ કે, એક વ્યક્તિ માત્ર પોતાના પરિવારની જ જવાબદારી નથી સંભાળતો, પરંતુ તે સમગ્ર સમાજના નાનામાં નાના વ્યક્તિ માટે પણ જવાબદાર છે. સમાજમાં સુધાર લાવવા માટે, દરેક વ્યક્તિએ એક નાનકડો પ્રયત્ન કરવો પડશે. કુટુંબના સદસ્યો એકબીજાને સમજવાની સાથે, સમાજ માટે પણ એક નવો ઉદાહરણ બેસાડી શકે.

જેમ એક દીવો બળી ને આસપાસ પ્રકાશ ફેલાવે છે, તે જ રીતે જો એક વ્યક્તિ એક સારો ઉદાહરણ બેસાડે, તો તે તેના આસપાસના લોકોને પ્રભાવિત કરી શકે. દરેક વ્યક્તિએ માત્ર પોતાનું ભલું વિચારવાને બદલે, સમગ્ર સમાજના કલ્યાણ માટે પણ કાર્ય કરવું પડશે.

આજે ધર્મ અને શિક્ષણ, બન્ને એકસાથે આગળ વધવા જોઈએ. ધર્મ જીવન માટે આત્મશાંતિ અને સંસ્કાર આપે છે, જ્યારે શિક્ષણ અને જ્ઞાન ભવિષ્યના વિકાસ માટે પાયો ઘરે છે. યુવાનોને સાચી દિશા આપવી, સંસ્કાર અને શિક્ષણ સાથે જોડવા, અને સમાજ માટે સારું ઉદાહરણ બેસાડવું—આજના યુગની સૌથી મોટી જરૂર છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!