ગોઇમા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યુવા ભાગવત કથાકાર પ.પૂ.આશિષભાઈ વ્યાસજીના સાનિધ્યમાં આયોજન !

On: April 10, 2025 3:47 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગોઇમા ગામે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઇમા ગામે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીમદ્ ભાગવત કથા પ.પૂ. આશિષભાઇ વ્યાસ (ધરમપુર)ના સાનિધ્યમાં સંગીતમય કથાવચન સાથે યોજાશે. પૂ. આશિષભાઈ વ્યાસ જાણીતા યુવા ભાગવત પ્રવક્તા છે, જેઓ વ્યાસપીઠ પરથી ભારતીય સંસ્કૃતિના સંદેશને ભાવસભર રીતે અમૃત વાણીમાં રજૂ કરશે.

સમગ્ર ડાકે પરિવાર દ્વારા સ્વ. ઉત્તમભાઇ ઉડભાઇ ડાકે તથા સ્વ. કીકીબેન ઉત્તમભાઇ ડાકેના પિતૃમોક્ષાર્થે આ પાવન કથા યજ્ઞનું આયોજન તેમના પુત્ર શ્રી રાજેશભાઇ ઉત્તમભાઇ ડાકેના નિવાસસ્થાને ગોઇમા આગ્રીવાડ ખાતે કરવામાં આવ્યું છે.

આ કથા યજ્ઞનો આરંભ રવિવાર, તા. ૧૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ વાગે શ્રી રાજેશભાઈના નિવાસસ્થાનેથી ભવ્ય શોભાયાત્રા સાથે થશે, જે પ્રાણેશ્વર મહાદેવ મંદિર થઈને કથા મંડપ સુધી જશે. કથા દરરોજ સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી સત્સંગ થશે. તથા બપોરે ૧:૦૦ કલાકે મહાપ્રસાદનો લાભ મળશે.

દિપપ્રાગટ્ય પૂ. કૈલાશપુરીજી મહારાજ (ચાંદોદ) શ્રી જીતુભાઇ ચૌઘરી પૂર્વ મંત્રી વર્તમાન ધારાસભ્ય કપરાડા, શ્રી રાજેશભાઈ મળવી, શ્રી જીજ્ઞેશભાઈ કડવે, શ્રી કાંતિભાઈ આગ્રી, શ્રી મનોજભાઈ પટેલ અને શ્રી ઠાકોરભાઈ પટેલ ઉપસ્થિત તથા સ્થાનિક આગેવાનોના હસ્તે કરવામાં આવશે.
વિશેષ દિવ્ય પ્રસંગો

  • શ્રીરામ જન્મ: બુધવાર, ૧૬ એપ્રિલે સવારે ૧૧:૩૦ વાગ્યે
  • શ્રીનંદ મહોત્સવ: બુધવારે ૧૬ એપ્રિલે બપોરે ૧૨:૩૦ વાગ્યે
  • ગોવર્ધન પૂજા: ગુરુવાર, ૧૭ એપ્રિલે
  • રુક્મણી વિવાહ: શુક્રવાર, ૧૮ એપ્રિલે
  • કથાવિરામ: શનિવાર, ૧૯ એપ્રિલે બપોરે ૨:૦૦ કલાકે દશાંશ યજ્ઞ

આ પાવન પ્રસંગે તમામ ગામજનોને તેમજ આસપાસના ભક્તો શ્રદ્ધાળુઓને કથા શ્રવણ કરી પિતૃ તૃપ્તિ માટે હાજરી આપવા નિમંત્રણ સપવામાં આવ્યુ છે.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!