
કપરાડા તાલુકાના ખૂબ જ અંતરિયાળ અને પછાત વિસ્તાર ટીટુ માળની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી શીતલબેન ગણેશભાઈ મીરકાએ CET પરીક્ષામાં મ સ્થાન મેળવતાં સમગ્ર વિસ્તારમાં ગૌરવનો માહોલ સર્જાયો છે. ટીટુ માળ ગામ કપરાડાથી અંદાજે 45 કિમી દૂર આવેલું છે, જ્યાં મોટાભાગના બાળકો શિક્ષણથી વંચિત રહે છે. તેવા દુર્ગમ વિસ્તારમાં રહેતી અને પિતા વગરની શીતલબેને એક અનાથ દીકરી તરીકે અનેક મુશ્કેલીઓ વચ્ચે અભ્યાસ કરીને ખૂબ જ ઉમદા સિદ્ધિ હાંસલ કરી છે.
શાળાના આચાર્ય શ્રી જોહનભાઈ, ઉપશિક્ષક શ્રી દીપકભાઈ, શિક્ષિકા શ્રીમતી ભારતીબેન તથા SMCના સભ્યોના માર્ગદર્શન હેઠળ ધોરણ 5ના વિદ્યાર્થીઓને CET માટે તાલીમ અપાઈ. તેમાં શીતલબેનનું પરિણામ વિશિષ્ટ રહ્યું. આ સિદ્ધિને અનુસંધાને શક્તિ કેન્દ્ર ટીટુ માળના પ્રમુખ શ્રી લલીતભાઈ ગોંડના હસ્તે શીતલબેનને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી. સમગ્ર શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા શીતલબેનને ઊજળા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.






