નડગધરી ગામે 12મી સાકાર વાંચન કુટીર લોકાર્પણ યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની દિશામાં પગલું

On: May 4, 2025 12:24 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નડગધરી ગામે શિક્ષણપ્રેમી સમાજ માટે આજે એક મહત્વપૂર્ણ દિવસ સાબિત થયો. સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈ નિર્મિત તથા ગ્રામ પંચાયત નડગધરી સંચાલિત Rainbow Warriors Dharampur દ્વારા સાકાર વાંચન કુટીર નડગધરીનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ 10મી મે 2025, શનિવારે સવારે 10 વાગ્યે પંચવટી વિકાસ કેન્દ્ર ખાતે યોજાવા માં આવશે

સાકાર વાંચન કુટીર નડગધરી ગામ જ નહીં પરંતુ આસપાસના ગામડાંઓમાં પણ નવી ઉર્જા ફૂંકી છે. આ પહેલા સાકાર ટ્રસ્ટ અને રેઇનબો વોરિયર્સ ધર્મપુર દ્વારા 11 જેટલી વાંચન કુટિરો સ્થપાઈ ચૂકેલી છે, જે ખૂબ સક્રિય અને ઉપયોગી સાબિત થઈ છે. હવે 12મી સાકાર વાંચન કુટીર નડગધરીમાં શરૂ થવાથી આ દિશામાં વધુ મજબૂત પ્રયાસો હાથ ધરવામાં આવશે.

સાકાર વાંચન કુટીર એક માત્ર પુસ્તકાલય નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ – જેમ કે UPSC, GPSC, TET-TAT, Banking, Railway વગેરે માટે જરૂરી સંપૂર્ણ અભ્યાસ સામગ્રી ધરાવતું શિક્ષણ બનશે. અહીં વિવિધ વિષયોની તાજી અને વિશ્વસનીય પુસ્તકો, મેગેઝીનો અને તાલીમલક્ષી લિટરેચર ઉપલબ્ધ રહેશે, જે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે ઘણી રાહતરૂપ સાબિત થશે.

વિશ્વના વિકાસ માટે શિક્ષણ જરૂરી છે, અને એ શિક્ષણ ત્યારે સફળ બને જ્યારે તે સહેલાઈથી દરેક સુધી પહોંચે. નડગધરી જેવા અંતરિયાળ ગામમાં આવા સાકાર વાંચન કુટીરની સ્થાપનાથી યુવાનોને તેમની મકસદ સુધી પહોંચવામાં સારો આધાર મળશે.

લોકાર્પણ કાર્યક્રમની ઉજવણીમાં ઉમંગ અને અભિનંદનનો માહોલ

આ પ્રસંગે ગામના સરપંચ, અધિકારીઓ, શિક્ષણપ્રેમીઓ અને યુવાનો મોટી સંખ્યામાં શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકી કહ્યું કે, “આવા અભિયાન સમાજના નિર્માણ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”

સ્થાનિક લોકોએ આ કાર્યને “શુભેચ્છા પ્રસનીય” કહીને સરાહના કરી રહ્યા છે. યુવાઓ અને વિદ્યાર્થીઓએ વાંચન કુટીરની લોકાર્પણ લઈને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.કેટલાક માતા-પિતાએ પણ કહ્યું કે હવે તેમના બાળકોને ભણવા માટે દૂર જવું નહીં પડે – આ તેમના માટે આશીર્વાદ સમાન છે.

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ અને Rainbow Warriors Dharampurનો યોગદાન

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ ઘણા સમયથી ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય રક્તદાન કેમ્પ અને સમાજસેવામાં આગવી ભૂમિકા ભજવી રહ્યો છે. Rainbow Warriors Dharampur સાથે મળીને તેઓએ “વાંચન વડે વિકાસ”ના સંકલ્પને સાકાર કર્યો છે.
Rainbow Warriors Dharampur મુખ્ય ધ્યેય છે – દરેક ગામમાં ઓછામાં ઓછું એક વાંચન કેન્દ્ર હોવું જોઈએ, જેથી ભાવિ પેઢી વધુ પડતી તકોથી વંચિત ન રહે.

નડગધરીમાં 12મી સાકાર વાંચન કુટીરનું લોકાર્પણ માત્ર એક કાર્યક્રમ નહિ, પણ એક સંકલ્પ છે – જ્ઞાનથી સમાજ બદલાવવાનો. ભવિષ્યમાં આવા વધુ ગામમાં જ્ઞાનનો પ્રકાશ પ્રસરે, તેવી આશા સાથે સમગ્ર ગામ આ કાર્યની સફળતા માટે સંકલ્પબદ્ધ બન્યું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!