એ.સી.બી.નો સફળ ટ્રેપ: પોલીસ ચોકીમાં જ લાંચ લેતા ઝડપાયા મહિલા પોલીસ સહિત ત્રણ વ્યક્તિ !

On: May 4, 2025 7:54 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરાબાગ પોલીસ ચોકી ખાતે એક અત્યંત સંવેદનશીલ અને ગંભીર લાંચના કેસમાં મહિલા પોલીસ કર્મી સહિત ત્રણ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રેપની કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. 63,000ની લાંચ સ્વીકારતી પકડેલી છે. આરોપીઓમાં બે પોલીસ કર્મીઓ અને એક ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે.

ફરીયાદી નાગરિકે લગાવ્યા ગંભીર આરોપો

આ સમગ્ર ઘટના માટે એક જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી. ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી વિરુદ્ધ કોઈ નાણાકીય લેવડદેવડને લગતી અરજી દાખલ કરવામાં આવી હતી, જેના સંબંધમાં તપાસનો હવાલો મહિલા પોલીસ મધુબેન અમીભાઇ રબારી (પદ: વુ.પો.સ.ઇ. વર્ગ-3) ને સોંપવામાં આવ્યો હતો. તેઓ હાલમાં હીરાબાગ પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા છે. તેમની સાથે એ.એસ.આઇ. (વર્ગ-3) તરીકે ફરજ બજાવતા નવનીતકુમાર હમીરભાઇ જેઠવા પણ જોડાયેલા હતા. આરોપી નં.(૩) માનસિંહ રામભાઇ સિસોદિયા નામના ખાનગી વ્યક્તિ દ્વારા લાંચની ડિલિવરી તથા મધસ્થતા કરવામાં આવી હતી.

લાંચની ખુલ્લી માંગણી અને દબાણ

તપાસ દરમિયાન ફરિયાદી પર આરોપીઓ દ્વારા સતત દબાણ કરવામાં આવતું હતું કે તેઓ પૈસાની લેતીદેતીના મામલામાં બાકી રહેલ રકમ ચૂકવે. આરોપીઓએ તપાસમાં રાહત આપવાનું કહેતાં બાકી રકમમાંથી કેટલાક પૈસા માફ કરાવીને રૂ. 63,000 રોકડ રૂપિયાની લાંચ માગી હતી. મધુબેન રબારી દ્વારા પોતાને રૂ. 63,000 આપવામાં જણાવાયું હતું, અને આ રકમ આપી દઈએ તો આગળની કાર્યવાહી સરળ બનાવવામાં આવશે તેવી સ્પષ્ટ વાત ફરીયાદીને કરવામાં આવી હતી.

એ.સી.બી.ની સમયસર કાર્યવાહી

ફરીયાદીની વિગતોને ગંભીરતાથી લેતાં એ.સી.બી. સુરત દ્વારા ઓચિંતી રીતે ટ્રેપ યોજના ઘડી કાઢવામાં આવી. તા. 01/05/2025ના રોજ હીરાબાગ પોલીસ ચોકી ખાતે ટ્રેપ ઘડાયો. કાર્યવાહી દરમિયાન આરોપી તરફથી લાંચની આખી રકમ – રૂ. 63,000 – સ્વીકારી લેવામાં આવી હતી. એ.સી.બી. ટીમે તમામ પ્રક્રિયાને સાવચેતીપૂર્વક ઓડિયો-વિઝ્યુઅલ પુરાવાઓ સાથે દસ્તાવેજીકૃત કરીને આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ

ત્રણે આરોપીઓ વિરુદ્ધ લાંચ રાહુત કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. સી.આર.પી.સી. અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્રણે આરોપીઓની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને તેમનું પોસ્ટિંગ, કર્મચારી ઇતિહાસ સહિતના તમામ દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ તંત્ર માટે શર્મજનક સ્થિતિ

આ ઘટના સુરત પોલીસ તંત્ર માટે શર્મજનક ગણાય રહી છે. જ્યાં ન્યાયની રક્ષા કરવી જોઈએ ત્યાં જ ખુલ્લેઆમ લાંચ લેવામાં આવી રહી છે એ ચિંતાજનક બાબત છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!