વિન્ડસર – કેનેડામાં રામકથા – સીતારામ વિવાહ મહોત્સવ ભક્તિ ભાવથી ઉજવાયો

On: July 5, 2025 11:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

“સીતારામ નો વિવાહ એટલે જીવ અને ઈશ્વર નું મિલન” : પ્રફુલભાઈ શુક્લ

વિદેશી ધરતી પર જ્યારે ભારતની સાંસ્કૃતિક સુગંધ ફેલાય છે ત્યારે એવું લાગે કે સમગ્ર બ્રહ્માંડમાં ભક્તિ અને ભાવના ની વરસાત થાય છે. કેનેડા ના ઓન્ટારિયો પ્રાંતના વિન્દસર શહેરમાં વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા ચાલી રહેલી રામકથા નો પવિત્ર પ્રસંગ – સીતારામ વિવાહોત્સવ ભારે ભક્તિભાવ અને સાંસ્કૃતિક ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો.

આ કથા 883મી રચના તરીકે વિશેષ ઐતિહાસિક બની રહી છે, જેમાં ભક્તોએ પૂરા હર્ષોલ્લાસ અને તથાસ્તુ ભાવથી ભાગ લીધો. વિવાહ પ્રસંગના અવસર “સીતારામ નો વિવાહ એટલે જીવ અને પરમાત્માનું મિલન છે. રામ જીવો છે, અને સીતા આત્મા છે. આ વિવાહ શરીર અને આત્માનું, પ્રેમ અને પરમાર્થનું, ભક્તિ અને ભગવાનનું અનન્ય જોડાણ છે.”

વિવાહ પ્રસંગની વિશેષ ઉજવણી

વિશેષ વાત એ રહી કે આ વિવાહોત્સવનું નાટ્યરૂપમાં અભિનય પણ કરવામાં આવ્યું, જેમાં વિભિન્ન ભક્તોએ અલગ અલગ પાત્ર ભજવ્યા હતા.

  • આશિષભાઈ પટેલ એ દશરથજી બનીને રામજીની જાન કાઢી હતી.
  • મીનાબેન અને અશોકભાઈ પટેલે જનક-સુનયના ના પાત્ર ભજવી સીતાજીનું કન્યાદાન કર્યું.
  • મુકેશભાઈ પટેલ કાંજનવાળા એ મોસાળાનું પાત્ર નિભાવ્યું, અને મામાં તરીકે શુભ આશિર્વાદ આપ્યા.
  • ભાવેશભાઈ જોશી એ વિધિવત મંગલા સ્તક ઉચ્ચાર્યા.

આ તમામ પાત્રોમાં ભક્તિભાવ અને જીવંત અભિનયથી કૃષ્ણભાવના તથા રામસંમ્પ્રદાય જીવંત થઇ ઉઠ્યો હતો. વિવાહની શોભાયાત્રા, મંડપ ઉજવણી, સીતા સ્વયંવર, વરમાલા અને પરણાની વિધિઓ રમૂજ અને ભાવ સાથે રજૂ કરાઈ હતી.

સાંસ્કૃતિક ઝલક અને ઉજવણી

વિવાહોત્સવ પછી ગુજરાતી લોકસાંસ્કૃતિક પરંપરા મુજબ રાસ-ગરબા નું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં કેનેડા ના ભારતીય સમુદાયના ભક્તોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. નાના-મોટા, યુવાન-વૃદ્ધ સૌએ આ ઉજવણીમાં ભાવપૂર્વક એકસાથે ગરબા રમી આનંદ અનુભવ્યો.ખાસ ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ વિદેશમાં રહેતા ભારતીયો માટે ઘેરું પાવન અનુષ્ઠાન બની રહ્યું છે. અનેક ભક્તો ખાસ રજા લઇ આ કથામાં ઉપસ્થિત રહ્યા છે.

યુવાનોની ઉપસ્થિતિ

આ કથામાં ખાસ કરીને વિદ્યાભ્યાસ માટે ભારતમાંથી કેનેડા આવેલા વલસાડ અને નવસારીના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા અને પવિત્ર કથા શ્રવણ નો લાભ લીધો. તેઓએ જણાવ્યું કે, વિદેશમાં અભ્યાસ દરમિયાન સાંસ્કૃતિક અને આધ્યાત્મિક બળ આપતી એવી રામકથા સાંભળીને ઘરની અને સંસ્કારની લાગણી ફરી ઊભી થઈ છે.

સન્માન અને આશીર્વાદ

આ પ્રસંગે કાજણ રણછોડના મુકેશભાઈ પટેલનું પણ પૂજ્ય બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું. વિદેશમાં ભારતની સંસ્કૃતિ અને ધર્મની દીપશીખા પ્રગટાવવામાં તેમનું યોગદાન નોંધપાત્ર છે. તેઓએ સહિયારા ભાવ સાથે કથા, આરતી અને ભોજન વ્યવસ્થા માં પણ સહયોગ આપ્યો હતો.

કથાના મર્મની ઝલક

પ્રફુલભાઈ શુક્લે કથામાં રામ અને સીતાના પવિત્ર સંબંધનું ઉદાહરણ આપતાં કહ્યું,
“જેમ ચંદ્રમાને ચાંદની પ્રિય છે, તેમ ભગવાનને ભક્ત પ્રિય છે. સીતારામનો વિવાહ દર્શાવે છે કે ભક્તિથી ભગવાનનો મિલન શક્ય છે. પ્રેમ, પવિત્રતા, સેવા અને શરણાગતિ એ વિવાહના આધારસ્તંભ છે.”
તેમણે શ્રોતાઓને કહ્યું કે જીવનમાં પણ વિવાહ એ માત્ર વૈવિધ્યભર્યો પ્રસંગ નહીં પણ આત્માની ઊર્જા અને ઈશ્વરના આશીર્વાદ સાથે જીવવાનું પ્રતિક છે.વિદેશમાં આવો ભવ્ય અને ભાવનાત્મક ધાર્મિક કાર્યક્રમ ભક્તોમાં ભક્તિનું નવચેતન જગાવે છે. વિન્દસર શહેરની આ રામકથા એ એવું પવિત્ર તીર્થ બની રહી છે જ્યાં રામ નામના સંકીર્તનથી વાતાવરણ મહામંત્રમય બની જાય છે.ભારતીય સંસ્કૃતિની મૂલ્યો ભલે વિદેશમાં હોય, પણ આજ પણ જીવંત અને શ્વાસસમાન સમૃદ્ધ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!