અરનાલા ગ્રામ પંચાયતમાં નવી સત્તા સરપંચ તરીકે સરિતાબેન પટેલ અને ઉપસરપંચ તરીકે દિનેશભાઈ પટેલની વરણી

On: July 19, 2025 3:31 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પારડી તાલુકાના અરનાલા ગામમાં આજ રોજ નવી ગ્રામપંચાયતની સત્તા સોંપણીનો પ્રસંગ ખૂબ જ આનંદમય અને ધાર્મિક માહોલમાં યોજાયો હતો. પારડી તાલુકા પંચાયતના અધિકારી અવિકુમાર પટેલ ઉપસ્થિતિમાં સરપંચ તરીકે સરિતાબેન હસમુખભાઈ પટેલને સત્તા સોંપવામાં આવી હતી, જયારે ઉપસરપંચ તરીકે દિનેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે પેનલમાંથી ચૂંટાયેલા તમામ સભ્યો હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનોનું ઉત્સાહી અને ભાવુક સહભાગિતાવાળી ઉપસ્થિતિ જોવા મળી હતી. નવા સરપંચ અને ઉપસરપંચને ગામના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી થઈ હતી.

ખાસ કરીને ગામના અગ્રણી શ્રી રોહીનભાઈ સુઈ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા, જેમાં નવા સરપંચ અને સદસ્યોને પુષ્પમાળાથી સન્માનિત કરવામાં આવ્યા અને તેમના વિકાસકાર્યો માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

કાર્યક્રમ દરમિયાન ગામના વડીલોએ નવા જવાબદારી પૂર્વક સેવા કરવાની સૂચનાઓ આપી હતી. સાથે ગામના યુવાનો અને મહિલાઓ દ્વારા નવી ટીમને સમગ્ર કાર્યકાળ દરમિયાન સહકાર આપવા માટે ખાતરી આપાઈ હતી.

આ નવી ટીમથી સમગ્ર અરનાલા ગામમાં નવી આશા અને વિકાસની આશાઓ સાથે લોકોએ શુભેચ્છાઓ પાઠવી. સમગ્ર કાર્યક્રમમાં સદભાવના, સહયોગ અને સમાજસેવાના સંકલ્પનો માહોલ જોવા મળ્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!