દમણગંગા નદીમાં 17 વર્ષીય સગીરાની લાશ મળી આવતા ચકચાર: પારનેરા પછી વાપી આવ્યા બાદ ઘટના બની, પોલીસ તપાસમાં શરૂ !

On: July 19, 2025 9:22 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દમણ સંઘ પ્રદેશ દમણમાં દમણગંગા નદીના કિનારે 17 વર્ષીય સગીરાની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઉક્ત સગીરા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની રહેવાસી હતી. દમણ પોલીસે લાશ મળી આવતાં તાત્કાલિક વલસાડ જિલ્લાના પોલીસને સંપર્ક કર્યો અને છોકરીના પરિવારજનોને દમણ બોલાવી લાશની ઓળખ કરાવી હતી.

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે સગીરા તેની કોલેજની એક મિત્ર સાથે પારનેરા વિસ્તારમાં ગઈ હતી. ત્યારબાદ બંને વાપી પાછા આવ્યા હતા. તે પછી શું બન્યું એ અંગે હાલમાં કોઈપણ પ્રકારની વિગતો નથી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, સગીરા વાપીથી પાછી ઘરે પરત ફરવાની હતી, પરંતુ તે ગુમ થઇ ગઈ હતી.

દમણ પોલીસ હાલમાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી NDRF અને લોકલ સર્ચ ટીમની મદદથી વધુ માહિતી મેળવી રહી છે. પોલીસે દમણ વિસ્તારમાં અને મુખ્ય માર્ગો પર આવેલા CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરી છે જેથી છેલ્લી વાર સગીરા ક્યાં અને કોની સાથે દેખાઈ હતી તે અંગે પત્તો લાગી શકે.

આ ઘટના પાછળ દુર્ઘટના છે કે કોઈ શંકાસ્પદ તત્વોની ભૂમિકા છે એ અંગે પોલીસ દરેક દિશામાં તપાસ ચલાવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ વધુ સ્પષ્ટતા થવાની સંભાવના છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!