મહિલા એએસઆઈને સીઆરપીએફ બોયફ્રેન્ડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી !

On: July 19, 2025 10:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સુરેન્દ્રનગરની યુવતી અંજાર પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી : હત્યા કરી પ્રેમી પોલીસ મથકે હાજર થઇ ગયોકચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (ASI) અરુણાબેન નટુભાઈ જાદવની હત્યા થતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, અરુણાબેનની હત્યા તેના જ બોયફ્રેન્ડ દિલીપ ડાંગચીયા દ્વારા ગળું દબાવીને કરવામાં આવી છે.

ત્યારે તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. આરોપી દિલીપ ડાંગચીયા સીઆરપીએફ જવાન તરીકે મણિપુરમાં ફરજ બજાવે છે. આ ઘટનાના પગલે પોલીસ બેડામાં અને પંથકમાં ચકચાર મચી ગઈ છે આ ઘટનામા પ્રેમીકાની હત્યા કર્યા બાદ પ્રેમી દિલીપ પોલીસ મથકે હાજર થઇ ગયો હોવાનુ જાણવા મળી રહયુ છે. તેમજ મૃતકનાં પરીવારજનોને જાણ કરતા પરીવારજનો દ્વારા દિલીપ ડાંગચીયા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામા આવી રહી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેરવાડા ગામના વતની હતા અને તેઓ અંજારની ગંગોત્રી સોસાયટી-2માં રહેતા હતા. શુક્રવારે મોડી રાત્રે અરુણાબેન અને તેમના પ્રેમી દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈક બાબતને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં દિલીપે પિત્તો ગુમાવીને અરુણાબેનનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

હત્યા બાદ દિલીપ ડાંગચીયા પોતે અંજાર પોલીસ મથકે હાજર થયો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો અનુસાર, અરુણાબેન અને દિલીપ લાંબા સમયથી પ્રેમસંબંધમાં હતા અને ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના હતા. આ ઘટના અંગે વધુ વિગતો ટૂંક સમયમાં બહાર આવશે તેમ અંજાર પોલીસે જણાવ્યું હતું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!